ઇ-શ્રમકાર્ડ નોંધણીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાને

13 January 2022 05:50 PM
Rajkot
  • ઇ-શ્રમકાર્ડ નોંધણીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાને

10 લાખના લક્ષ્યાંક સામે બે લાખ શ્રમિકોનું રજિસ્ટ્રેશન : નોંધણી પ્રક્રિયા હજુ શરૂ

રાજકોટ,તા. 13
રાજકોટ જિલ્લામાં ઇ-શ્રમકાર્ડની નોંધણી પુરજોશમાં ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં બે લાખ શ્રમિકોની નોંધણી સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાને રહ્યો છે.
આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ઇ-શ્રમકાર્ડની નોંધણીમાં 10 લાખનો લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે. આ યોજનામાં વધુને વધુ શ્રમિકોનું રજીસ્ટ્રેશન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ ઉદ્યોગ ગૃહોની માલીકોની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રીશ્યન વર્કર્સ સહિતના શ્રમિકોની નોંધણી કરવામાં આવી રહી છે. ઇ-શ્રમકાર્ડ યોજનામાં નોંધાયેલ શ્રમિકોને કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર લાભ હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઇ-શ્રમકાર્ડ નોંધણીમાં અત્યાર સુધીમાં બે લાખની નોંધણી થયેલ છે. જે સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં તૃતીય સ્થાને રહ્યો છે. ઇ-શ્રમકાર્ડ નોંધણીમાં પ્રથમ સ્થાને અમદાવાદ, બીજા સ્થાને સુરત રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement