ક્રાઈમ બ્રાંચના બે દરોડા: 47 બોટલ વિદેશી દારૂ અને 12 ટીન બીયર સાથે ચાર ઝડપાયા

13 January 2022 05:52 PM
Rajkot Crime
  • ક્રાઈમ બ્રાંચના બે દરોડા: 47 બોટલ વિદેશી દારૂ અને 12 ટીન બીયર સાથે ચાર ઝડપાયા
  • ક્રાઈમ બ્રાંચના બે દરોડા: 47 બોટલ વિદેશી દારૂ અને 12 ટીન બીયર સાથે ચાર ઝડપાયા
  • ક્રાઈમ બ્રાંચના બે દરોડા: 47 બોટલ વિદેશી દારૂ અને 12 ટીન બીયર સાથે ચાર ઝડપાયા

ખારચીયા ગામ નજીકથી દીવથી દારૂ -બીયર ભરેલી કાર લઈને આવેલ ત્રણ પકડાયા: માર્કેટ યાર્ડ પાસેથી 24 બોટલ સાથે બુટલેગર પકડાયો

રાજકોટ તા 13
શહેર વિસ્તારમાં સંદતર દારૂ બંધી નો અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ક્રાઈમ બ્રાંચે બે દરોડામાં 47 બોટલ દારૂ અને 12 ટીન બીયર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પ્રથમ દરોડામાં દીવ થી દારૂ લઇ એક વેગન-આર કાર રાજકોટ બાજુ આવે છે તેવી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. ખારચીયા ગામ ચામુંડા હોટલ પાસે થી મારૂતી વેગન-આર નં. જીજે 03-સીઆર-3574ને અટકાવી તલાશી લેતા તેમાં ત્રણ શખ્સો બેઠેલ હતા.

જેમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો ક્રાઈમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી પાસે નકલંકપાર્ક શે.નં.3 રાજુભાઇના મકાનમાં ભાડેથી રહેતા ગુણવંત ભુપતભાઇ મેર આજીડેમ ચોકડી પાસે આઇશ્રી ખોડીયાર" નકલંકપાર્ક શે.નં.3માં રહેતા કાનજી લઘરાભાઇ સોરાણી અને કાળીપાટ ગામે રહેતા મહેશ પરસોતમભાઇ મોરવાડીયાની ધરપકડ કરી રૂ. 9200ની કિમતની 23 બોટલ દારૂ અને 12 ટીન બીયર સહીત.રૂ 1,12,800નો મુદામાલ કબજે કયો હતો.બીજા દરોડામાં માર્કેટ યાર્ડ પાસેથી ભરત માધા ભાઈ ચાવડાને 12000ની કિમતની 24 બોટલ સાથે પકડી લીધો હતો.ડીસીબીના પીઆઈ વી. કે. ગઢવી,પીએસઆઈ એમ. વી. રબારી તેમજ પીએસઆઈ વી.જે.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement