જો કોરોનાનું વિધ્ન નડયું તો આ વખતે આઈપીએલ 2022 દ.આફ્રિકામાં યોજાશે

13 January 2022 05:55 PM
Sports
  • જો કોરોનાનું  વિધ્ન નડયું તો આ વખતે આઈપીએલ 2022 દ.આફ્રિકામાં યોજાશે

યુએસમાં નહીં યોજાય આઈપીએલ, પ્લાન બી તૈયાર : છેલ્લા 3 વર્ષથી આઈપીએલ દેશ બહાર રમાય છે: પડોશી દેશ શ્રીલંકા પણ દાવેદાર

નવીદિલ્હી,તા.13
ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ટેસ્ટ બાદ ત્યા ત્રણ બને સીરીઝ પણ રમાવાની છે. હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેર જોરમાં છે ત્યારે સતત ત્રીજી વાર આઈસીએલ દેશની બહાર રમાશે ખબર છે કે આ વખતે આઈપીએલ યુએસઈ નહીં પણ દક્ષિણ આફ્રિકા કે શ્રીલંકામાં રમાઈ શકે છે.

આઈપીએલ-2022 અર્થાત 15મી સીઝન અનેક રીતે ખાસ રહેશે. ટીમની સંખ્યા વધારીને 10 કરાઈ છે ઘણા ખેલાડીઓ નવી ટીમમાં રમતાં જોવા મળશે.કારણકે આ વખતે મેગા ઓપ્શન થશે. જો દેશમાં કોરોનાની હાલત ખરાબ રહેશે. તો આઈપીએલ વિદેશમાં શિફટ કરવાનો વિકલ્પ છે. જેમાં ભારતીય બોર્ડ સાઉથ આફિકામાં પહેલી પસંદ છે.આઈપીએલ દેશ બહાર યોજવા માટે પડોશી દેશ શ્રીલંકા પણ દાવેદાર છે હોવાનું પણ બહાર આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement