કાલે લખનૌમાં યોગી આદીત્યનાથ સાથી પક્ષો સાથે મોટી જાહેરાત કરશે!

13 January 2022 05:55 PM
India Politics
  • કાલે લખનૌમાં યોગી આદીત્યનાથ સાથી પક્ષો સાથે મોટી જાહેરાત કરશે!

પક્ષપલટા સામે બહાદુર ચહેરો બતાવશે

લખનૌ: ભાજપમાંથી જે રીતે ત્રણ મંત્રીઓ સહિત 11 ધારાસભ્યએ પક્ષ છોડયો છે તેનો મુકાબલો કરવા હવે કાલે મકરસંક્રાંતના દિને લખનૌમાં મોટા ગઠબંધન શો કરે તેવી ધારણા છે. ભાજપે સમતાદળ અને નિષાદ પાર્ટી સાથે જોડાણ કર્યુ છે અને આજે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક પુરી થયા બાદ મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથ અને યુપી ભાજપની ટીમ પરત ફરશે અને કાલે પક્ષના વડામથકે સાથી પક્ષો સાથે યોગી ઉપસ્થિત રહીને પત્રકારોને સંબોધન કરશે તથા શક્તિ પ્રદર્શન કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement