જીમ કરતા કરતા ભરતભાઈ ઝરીયા ઢળી પડતા મોત,પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી માતા બેભાન

13 January 2022 05:57 PM
Rajkot Crime
  • જીમ કરતા કરતા ભરતભાઈ ઝરીયા ઢળી પડતા મોત,પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી માતા બેભાન

આનંદ બંગલા ચોકમાં બનાવ : ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બે દિવસની સારવાર બાદ દમ તોડ્યો:અઠવાડિયા બાદ તેમની પુત્રી અને બંને ભત્રીજીના લગ્ન હતા:માતાને સારવાર અર્થે ખસેડાઇ

રાજકોટ,તા.13
ગોંડલના વિજય પ્લોટમાં રહેતા લોધા સમાજના અગ્રણી આનંદ બંગલા ચોકમાં જીમ કરતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમની બે દિવસ સારવાર ચાલ્યા બાદ મોત નીપજ્યું હતું.પુત્રના મોતના સમાચાર સાંભળી માતાને આઘાત લાગતા તેઓ પણ બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,વિજય પ્લોટ પશુ હોસ્પિટલ વાળીમાં રહેતા ભરતભાઈ ઉમેદભાઈ ઝરીયા નામના 50 વર્ષના લોધા પ્રૌઢ તા.12/01ના રોજ આનંદ બંગલા ચોકમાં આવેલા જિમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે અચાનક જ ઢળી પડતા અન્ય સાથીઓ એ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તેઓનું સારવાર દરમિયાન આજરોજ મોત નીપજ્યું હતું.

તેમના મૃત્યુના સમાચાર સાંભળી માતા લીલાવંતીબેન(ઉ.વ.70)ને આઘાત લાગતા બેભાન થઈ જતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરતભાઈ લોધા સમાજના અગ્રણી છે.અઠવાડિયા બાદ તેમની પુત્રીના અને બે ભત્રીજીના લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે.દીકરીના લગ્ન પહેલા જ પિતાનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement
Advertisement