રાજસ્થાનમાં અલવરમાં ‘નિર્ભયા’ કાંડનું પુનરાવર્તન: બાળા પર સામુહિક દુષ્કર્મ

13 January 2022 05:58 PM
India
  • રાજસ્થાનમાં અલવરમાં ‘નિર્ભયા’ કાંડનું પુનરાવર્તન: બાળા પર સામુહિક દુષ્કર્મ

બાળાના પ્રાઈવેટ પાર્ટ સહિત નાજુક અંગોને હેવાનોએ તીક્ષ્ણ હથિયારથી ઘાયલ કર્યા

અલવર (રાજસ્થાન) તા.13
રાજસ્થાનમાં સગીર બાળા પર સામુહિક દુષ્કર્મનો કેસ બહાર આવ્યો છે જેણે વર્ષો પહેલા દિલ્હીમાં સર્જાયેલા અમાનવીય-પાશવી નિર્ભયા કાંડની યાદ અપાવી છે. અલવરમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી બાળાના પ્રાઈવેટ પાર્ટને ખરાબ રીતે ઘાયલ કરાયો છે.

જયપુરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.કમકમાટી ઉપજાવે તેવા આ બનાવની વિગત એવી છે કે મંગળવારે અલવરમાં એક બહેરી મુંગી સગીર બાળા સાથે દિલ્હીની ‘નિર્ભયા’ની જેમ પશુતા આચરવામાં આવી હતી. ગેંગરેપ બાદ બાળાને ઓવરબ્રીજથી નીચે ફેંકી દેવામાં આવી હતી. ઘાયલ બાળાનો જીવ બચાવવા બાળાને જયપુર રિફર કરાવાઈ હતી, જયાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હેવાનોએ બાળાના નાજૂક અંગોને ધારદાર હથિયારથી ઘાયલ કર્યા હતા.

આ ગેંગરેપની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે જેમાં ઓવરબ્રિજ પરથી એક ખાનગી બસ પસાર થતી નજરે પડે છે. બસ પસાર થયા બાદ પીડિતા ઓવરબ્રિજ નીચે મળી આવી હતી. આ પરિસ્થિતિમાં પોલીસ પ્રાઈવેટ બસનો પતો લગાવવામાં લાગી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના વધતા કેસના પગલે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વિપક્ષ-ભાજપે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement