મંત્રીઓના ‘કલાસ’ લેતા મુખ્યમંત્રી- ભાજપ પ્રમુખ : હવે સમય ઓછો: પર્ફોમન્સ દર્શાવવા તાકીદ

13 January 2022 06:01 PM
Ahmedabad Gujarat
  • મંત્રીઓના ‘કલાસ’ લેતા મુખ્યમંત્રી- ભાજપ પ્રમુખ : હવે સમય ઓછો: પર્ફોમન્સ દર્શાવવા તાકીદ

વિકાસકામો પુરા કરવા તાકીદ: બજેટ મુદે પણ સૂચનો મંગાયા

ગાંધીનગર.
રાજ્યની પ્રજાના કામ ઝડપી કરવા તેમ જ ધારાસભ્યો સાંસદો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ના સુચનો એકઠા કરવાની સ્પષ્ટ સૂચના રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આપી છે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આગામી બજેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એ મંત્રી મંડળના તમામ મંત્રીઓ ના ક્લાસ લીધા હતા ઉલ્લેખનીય છે કે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ છે

મહત્વના સૂચનો કર્યા હતા સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે સરકાર અને સંગઠન એક સાથે મળીને વિકાસના કામો આગળ વધારવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રવતમાન કોરોના ની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના તમામ મંત્રીઓની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તમામ મંત્રીઓને સૂચના આપી હતી અને પોતાના વિભાગ હસ્તકના બાકી રહેતા કામોને ફટાફટ પુરા કરવાની સ્પષ્ટ સૂચના આપી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે જ્યારે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ તમામ મંત્રીઓને સુચના આપી હતી કે સાંસદો ધારાસભ્ય ગ્રામ પંચાયતના સરપંચ નગરપાલિકા અને મહા નગરપાલિકાના જનપ્રતિનિધિઓ પાસેથી વિકાસના કામો માટેના સુચનો એકઠા કરવાની સૂચના આપવામાં આવી છે

આ ઉપરાંત આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિભાગવાર બજેટ તૈયાર કરવાની સૂચના પણ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરફથી આપવામાં આવી હોવાના અહેવાલ છે નોંધનીય છે કે એક તરફ રાજ્યનું વહીવટી તંત્ર હાલ કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતને પહોંચી વળવા માટે ઊંધા માથે છે તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા બજેટ સત્ર ની વિવિધ કામગીરી માટે પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગઇકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષની આગેવાનીમાં મળેલી તમામ મંત્રીઓની બેઠક પણ રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે


Related News

Loading...
Advertisement
Advertisement