ગુજરાતમાં સંક્રમણનું સુનામી: કોરોનાના નવા 11176 દર્દી, એક્ટિવ કેસની સંખ્યા 50,000ને વટાવી ગઈ

13 January 2022 08:20 PM
Gujarat
  • ગુજરાતમાં સંક્રમણનું સુનામી: કોરોનાના નવા 11176 દર્દી, એક્ટિવ કેસની સંખ્યા 50,000ને વટાવી ગઈ

વધુ 5 દર્દીએ આજે સારવારમાં દમ તોડી દીધો, અમદાવાદમાં 3754, સુરતમાં 2933, વડોદરામાં 1047, રાજકોટમાં 573 નવા કેસો નોંધાતા ફફડાટ

રાજકોટ, તા.13
ગુજરાતમાં કોરોના સંક્રમણનું સુનામી આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આજે કોરોનાના નવા 11000થી વધુ દર્દી નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 50,000ને વટાવી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 11176 કેસો : 5 દર્દીના મૃત્યુ : 4285 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3754, સુરત 2933, વડોદરા 1047, રાજકોટ 573, ગાંધીનગર 453, વલસાડ 337, ભરૂચ 308, ભાવનગર 236, જામનગર 216, નવસારી 155, કચ્છ 129, મહેસાણા 117, આણંદ 103, ખેડા 101, પાટણ 80, મોરબી 78, બનાસકાંઠા 75, ગીર સોમનાથ 69, જૂનાગઢ 85, સુરેન્દ્રનગર 56, અમરેલી 52, સાબરકાંઠા 51, દાહોદ 39, પંચમહાલ 29, દેવભૂમિ દ્વારકા - મહીસાગર 28, નર્મદા 19, તાપી 10, અરવલ્લી - પોરબંદર 5, છોટા ઉદેપુર 3, ડાંગમાં 2 કેસ નોંધાયા છે.

રાજયમાં કુલ 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 50548 દર્દીઓ સ્ટેબલ છે : રાજયનો કુલ મૃત્યુઆંક 10142 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 896894 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 50612 એક્ટિવ કેસ છે.

● 3,11,000 લોકોએ વેકસીનનો ડોઝ લીધો

ગુજરાતમાં આજે સાંજે 4.00 વાગ્યા સુધીમાં 3,11,217 ડોઝનું વેકસીનેશન થયું જેમાં 89040 પ્રિકોશન ડોઝ અને 50582 તરૂણોએ રસી મૂકાવી, જ્યારે 106271 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 9 કરોડ 44 લાખ 44 હજાર અને 918 ડોઝનું રસીકરણ થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement