ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે ચૂંટણી લડવી જોઈએ : એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ

13 January 2022 09:47 PM
Rajkot Gujarat
  • ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે ચૂંટણી લડવી જોઈએ : એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ

રાજકોટની મુલાકાતે આવેલા લાલજી પટેલે નિવેદન આપતા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગેની શક્યતાઓ ઉપર ફરી ચર્ચા શરૂ

રાજકોટ, તા.13
"પાટીદાર સમાજના હીત માટે સમાજને સમર્પિત હોય તેવા લોકોએ ચૂંટણી લડવા આગળ આવવું જરૂરી છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સમાજ માટે જીવન જીવી રહ્યા છે. ત્યારે તેઓએ આગામી વિધાનસભા ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ." ગુજરાતના પાટીદાર સમાજના અગ્ર હરોળના યુવા આગેવાન અને સરદાર પટેલ ગૃપ(SPG)ના અધ્યક્ષ લાલજી પટેલ આ નિવેદન આપ્યું છે. રાજકોટની મુલાકાતે આવેલા લાલજી પટેલે આ નિવેદન આપતા ફરી એક વખત નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગેની શક્યતાઓ ઉપર ચર્ચા શરૂ છે.

તાજેતરમાં નરેશભાઈએ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ પોતાના 4 મહિનાના ગુજરાતના પ્રવાસ દરમિયાન અનેક લોકોએ તેમને આ માટે આગ્રહ કર્યો હોવાનું જણાવી આ અંગે સમાજ દ્વારા આવનારા સમયમાં નિર્ણય લેવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે ચૂંટણી લડવી જોઈએ. તેવો અભિપ્રાય જાહેરમાં વ્યકત કર્યો હતો.

લાલજી પટેલે એમ પણ કહ્યું કે, એસપીજી દ્વારા પણ ત્રણેય પક્ષ પાસે ટીકીટ માટેની માંગ કરવામાં આવશે. જેમાં પાટીદાર સમાજના સમર્પિત અને સેવાભાવી અને એસપીજી ગ્રુપને વફાદાર હોય તેવા તમામને ચૂંટણી લડાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. જોકે છેલ્લે 8 જાન્યુઆરીના રોજ એક પત્રકાર પરિષદમાં નરેશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે હાલ રાજકારણમાં આવવાનો કોઈ વિચાર નથી.


Related News

Loading...
Advertisement
Advertisement