રાજકોટ જિલ્લામાં રોકેટ સ્પીડથી વધતું કોરોના સંક્રમણ : 573 નવા કેસ, ગ્રામ્યમાં સતત બીજા દિવસે એક દર્દીનું મોત

13 January 2022 11:15 PM
Rajkot Gujarat
  • રાજકોટ જિલ્લામાં રોકેટ સ્પીડથી વધતું કોરોના સંક્રમણ : 573 નવા કેસ, ગ્રામ્યમાં સતત બીજા દિવસે એક દર્દીનું મોત

ગોંડલમાં 29, જેતપુર 28, ધોરાજીમાં 18 સહિત ગ્રામ્યમાં 133 દર્દી અને રાજકોટ શહેરમાં 440 નવા દર્દીઓ નોંધાયા

રાજકોટ:
રાજકોટ જિલ્લામાં રોકેટ સ્પીડથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે જિલ્લામાં 573 નવા કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં સતત બીજા દિવસે એક દર્દીનું મોત થયું છે. ગોંડલમાં 29, જેતપુર 28, ધોરાજીમાં 18 સહિત ગ્રામ્યમાં 133 દર્દી અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 440 નવા દર્દીઓ નોંધાયા છે. આજે રાજકોટ શહેરમાં 193 કેસ અને ગ્રામ્યમાં 77 દર્દીઓ સાજા થયા છે.

ધોરાજી તાલુકામાં 10 અને 15 વર્ષીય બે વિદ્યાર્થીઓ સહિત 18 કેસ નોંધાયા, ગોંડલ તાલુકામાં 29 કેસ સામે આવ્યા છે. જેતપુરમાં 17 અને 13 વર્ષીય વિદ્યાર્થીઓ સહિત 28 કેસ સપાટી પર આવ્યા છે. રાજકોટ તાલુકાના ગામડાઓમાં 19 કેસો નોંધાયા છે. ઉપલેટા તાલુકામાં 8 વર્ષીય બાળક સહિત 13 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જામકંડોરણા તાલુકાના 5, જસદણ તાલુકામાં 4, પડધરી અને લોધિકા તાલુકામાં 3 કેસ તેમજ વિંછીયામાં એક કેસ નોંધાયો છે.

રાજકોટ ગ્રામ્યમાં આજે 77 વર્ષીય વૃધ્ધ કે જે કોમોર્બીડીટીના દર્દી હતા, અને કોરોના સંક્રમિત હતા, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. રાજકોટ શહેરમાં હાલ 1915 અને ગ્રામ્યમાં 467 એક્ટિવ કેસ છે.


Related News

Loading...
Advertisement
Advertisement