...તો મંગળવારથી રાજ્યના વકીલો આંદોલન પર ઉતરી જશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી

13 January 2022 11:39 PM
Gujarat
  • ...તો મંગળવારથી રાજ્યના વકીલો આંદોલન પર ઉતરી જશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી

કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવાની માંગ વધુ તેજ બની, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મળેલા ઇમરજન્સી જનરલ બોર્ડમાં નિર્ણય લેવાયો, હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી રજુઆત

રાજકોટ, તા.13
જિલ્લા અને તાલુકાની કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવાની માંગ વધુ તેજ બની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મળેલા ઇમરજન્સી જનરલ બોર્ડમાં નિર્ણય લેવાયો છે કે જ્યાં દૈનિક 150થી ઓછા વકીલો અને પક્ષકારો હાજર થતા હોય તેવી નીચલી અદાલતોમાં સોમવાર સુધીમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં નહીં આવે તો મંગળવારે તા.18 જાન્યુઆરીથી વકીલો આંદોલનના માર્ગે જશે.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે એસઓપી જાહેર કરી તમામ કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરી ઓનલાઈન સુનાવણી શરૂ કરી છે અને કોર્ટમાં વકીલો અને પક્ષકારોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈ વકીલોમાં નારાજગી જોવા મળી હતી. અને તેથી જ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તત્કાલ બેઠક મળી હતી જેમાં આંદોલનની ચીમકી આપાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement