દેશમાં કોરોનનું ઝડપી સંક્રમણ : નવા 2.64 લાખ દર્દી : 315 લોકોના મોત

14 January 2022 10:32 AM
India
  • દેશમાં કોરોનનું ઝડપી સંક્રમણ : નવા 2.64 લાખ દર્દી : 315 લોકોના મોત

● ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ કેસ, હવે દેશમાં સંક્રમણ દર વધીને 14.78 થયો થઈ ગયો છે. ● એક જ દિવસમાં દેશમાં ઓમિક્રોનના નવા 5753 દર્દી, સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12,72,073 થઈ ગઈ

નવી દિલ્હીઃ
દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.64 લાખ (2,64,202) થી વધુ કેસ નોંધાયા છે. આ સંખ્યા ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ છે. 2.47 લાખ (2,47,417) ગુરુવારે) કેસ નોંધાયા હતા.હવે દેશમાં ચેપ દર વધીને 14.78% થઈ ગયો છે. દેશમાં સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12,72,073 થઈ ગઈ છે.
કોરોનાથી મૃત્યુનો આંકડો પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 315 લોકોના મોત થયા છે. આના કારણે, કુલ મૃત્યુઆંક 4,85,350 પર પહોંચી ગયો છે."

દેશમાં ઓમિક્રોનથી 5753 સંક્રમિત

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5753 થઈ ગઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement