2022માં વિકાસની પતંગ જ ચગશે, ભાગ્યમાં હશે તો રાજકારણમાં આવીશ: લોક સાહિત્યકાર દેવાયત ખવડનું નિવેદન

14 January 2022 02:27 PM
Rajkot Gujarat Politics
  • 2022માં વિકાસની પતંગ જ ચગશે, ભાગ્યમાં હશે તો રાજકારણમાં આવીશ: લોક સાહિત્યકાર દેવાયત ખવડનું નિવેદન
  • 2022માં વિકાસની પતંગ જ ચગશે, ભાગ્યમાં હશે તો રાજકારણમાં આવીશ: લોક સાહિત્યકાર દેવાયત ખવડનું નિવેદન

'સાંજ સમાચાર' સાથે ખવડની ખાસ વાતચીત: કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા દેવાયત ખવડે પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી: લોકોને નિયમનું પાલન કરી ઉજવણી કરવા અપીલ કરી, સાંજે પક્ષીઓનું ધ્યાન રાખી બે કલાક પતંગ ન ઉડાવવા અનુરોધ કર્યો

રાજકોટ:
"વર્ષ 2022માં વિકાસની પતંગ જ ચગશે, બાકીની બધી પતંગો ઉડશે નહીં, અને ભાગ્યમાં હશે તો રાજકારણમાં આવીશ" આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડે ઉત્તરાયણની ઉજવણી કરતા આ નિવેદન આપ્યું છે. 'સાંજ સમાચાર' સાથે ખવડે ખાસ વાત ચિત કરી હતી. કોવિડ પ્રોટોકોલ સાથે દેવાયત ખવડે પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી. નિયમનું પાલન કરી, સરકાર, પોલીસ તંત્રને સહયોગ આપી ઉજવણી કરવા તેમણે લોકોને અપીલ કરી હતી, સત્યે જ સાંજે પક્ષીઓનું ધ્યાન રાખી બે કલાક પતંગ ન ઉડાવવા પણ તેમણે અનુરોધ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય પવન સારો છે, મોકો મળશે તો રાજકારણમાં પણ ઝંપલાવીશ. આવતી ચૂંટણીમાં સત્યને સાથ આપી સેવા કરવા મોકો મળશે તો જરૂર રાજકારણમાં પ્રવેશ કરી સત્યની સાથે સેવા કરવા માંગુ છું. તેમ કહીં તેમને તુલસીદાસે રામાયણમાં કહેલી ચોપાઈ સંભળાવી હતી કે, "સકલ પદારથ હે જગ માહી ભાગ્ય બીના નર પાવત નાહીં" તેમણે સંકેત કર્યો હતો કે, તેમના ભાગ્યમાં હશે તો લોક સેવાનો મોકો લેવા રાજકારણમાં આવશે.

આ સાથે તેઓએ પોતાની બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, બાળપણમાં ગામડે રહેતા હતા, નડિયા વાળા મકાન હતા તો બપોર સુધી પતંગ લૂંટી સાંજના કોઈ બીજાની અગાસી પર જઈ પતંગ ચગાવવા જતા હતા.

દેવાયત ખવડે આડકતરી રીતે આગામી ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે તેવા સાંકેતિક અભિપ્રાય આપ્યો હતો. તેમણે તેમની આગવી છટામાં કહ્યું હતું કે, આગામી 2022ની ચૂંટણીમાં વિકાસનો પતંગ ચગશે. સરકારે ઘણા કામો કર્યા છે. અન્ય પતંગો પણ આવશે. અને પૂછડા પણ બાંધશે, પણ કોઈની પતંગ ટકશે નહીં.


Related News

Loading...
Advertisement
Advertisement