ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 9,00,000ને વટાવી ગઇ: નવા 10019 કેસ, 4831 દર્દીઓ સાજા થયા

14 January 2022 10:17 PM
Gujarat
  • ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 9,00,000ને વટાવી ગઇ: નવા 10019 કેસ, 4831 દર્દીઓ સાજા થયા

વલસાડ અને નવસારીમાં એક-એક દર્દીના મોત, અમદાવાદ કરતા સુરતમાં કેસ વધી ગયા

રાજકોટ:
ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 9,00,000ને વટાવી ગઇ છે. જોકે આજે ગઈકાલ કરતા નવા નોંધાતા કેસની સંખ્યામાં રાહત જોવા મળી છે. આજે નવા 10019 કેસ સામે આવ્યા છે. 4831 દર્દીઓ સાજા થયા છે. વલસાડ અને નવસારીમાં એક-એક દર્દીના મોત થયા છે. આ તરફ અમદાવાદ કરતા સુરતમાં કેસ વધી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3259, અમદાવાદ 3164, વડોદરા 1373, રાજકોટ 373, ભાવનગર 255, વલસાડ 183, ગાંધીનગર 180, નવસારી 140, ભરૂચ 118, મહેસાણા 104, કચ્છ 101, જામનગર 93, સાબરકાંઠા 70, ખેડા 69, આણંદ-પાટણ 65, ગીર સોમનાથ 56, જુનાગઢ 52, અમરેલી 44, મોરબી 38, બનાસકાંઠા 37, પંચમહાલ 31, દાહોદ-સુરેન્દ્રનગર 27, દેવભૂમિ દ્વારકા 24, પોરબંદર 23, તાપી 18, મહિસાગર 13, નર્મદા 7, ડાંગ 6, અરવલ્લી-છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે.

રાજયમાં કુલ 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 55744 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10144 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 906913 પર પહોંચ્યો છે.

કોરોના મહામારી શરૂ થયાથી આજ દિવસ સુધીમાં ગુજરાત રાજયમાં 9,06,913 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે, જેમાંથી 8,40,971 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે, જયારે સરકારની જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 10,144 દર્દીઓનું કોરોના સારવારમાં મોત નિપજયું છે અને હાલ 55,798 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement
Advertisement