રાજકોટ જિલ્લામાં ગઇકાલ કરતા કોરોના કેસ ઘટયા: આજે નવા 373 દર્દી નોંધાયા

14 January 2022 10:40 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં ગઇકાલ કરતા કોરોના કેસ ઘટયા: આજે નવા 373 દર્દી નોંધાયા

● રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા ● ધોરાજીમાં 25 અને ગોંડલ તાલુકામાં 22 દર્દીઓ કોરોના પોઝીટીવ

રાજકોટ:
રાજકોટ જિલ્લામાં ગઇકાલ કરતા કોરોના કેસ ઘટયા છે. આજે નવા 373 દર્દી નોંધાયા છે. ગઈકાલે 573 કેસ સામે આવ્યા હતા. આજે શહેરમાં 296 કેસ અને ગ્રામ્યમાં 77 કેસ સપાટી પર આવ્યા છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 45647 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે. હાલ 1987 એક્ટિવ કેસ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોરાજી તાલુકામાં 7 વર્ષનું બાળક, 17 વર્ષના બે તરૂણો અને એક 12 વર્ષીય વિદ્યાર્થી સહિત 25 કેસ, ગોંડલ તાલુકામાં 15 વર્ષની વિદ્યાર્થિની સહિત 22 કેસ, પડધરી તાલુકાની એક 14 વર્ષીય વિદ્યાર્થિની, રાજકોટ તાલુકાના ગામડાઓમાં 17 કેસ, લોધિકા તાલુકામાં 3 કેસ, કોટડા સાંગાણીમાં 1 કેસ, ઉપલેટામાં 15 કેસ, જેતપુરમાં 3 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં હાલ 504 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 15770 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement