20 કરોડ ભારતીય ઘરોમાં મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

08 March 2022 11:40 AM
India Woman
  • 20 કરોડ ભારતીય ઘરોમાં મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

મહિલાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો : લોકલ સર્કલ્સના સર્વે મુજબ દર ત્રણમાંથી બે મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી તા.8: આજે કોમ્યુનીકેશન માટે ઈન્ટરનેટ અનિવાર્ય માધ્યમ બની ગયું છે, ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મહિલાઓ પણ પાછળ નથી, એક સર્વે મુજબ 20 કરોડ ભારતીય ઘરોમાં મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે, લોકલ સર્કલ્સના સર્વે મુજબ દસ વર્ષમાં મહિલાઓમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધ્યો છે. દેશની મહિલાઓને મજબૂત બનાવવામાં ટેકનોલોજીનું પણ મોટું યોગદાન છે.

લોકલ સર્કલના સર્વે મુજબ 10 વર્ષ પહેલા જે ભારતીય પરિવારોમાં મહિલાઓ સ્માર્ટફોન (ગેઝેટ)નો ઉપયોગ નહોતી કરતી, તેમાંથી દર ત્રણમાંથી બે ઘરોમાં હવે મહિલાઓ સ્માર્ટફોનના ખૂબ જ ઉપયોગ કરી રહી છે. સર્વે અનુસાર છેલ્લા 10 વર્ષમાં આવા પરિવારોની સંખ્યા પાંચ ગણી થઈ ગઈ છે. પહેલા જયાં આવા પરિવારોની સંખ્યા 4 કરોડ હતી તે હવે વધીને 20 કરોડ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ડેલોઈટ અનુસાર ભારતમાં વર્ષ 2021માં મોબાઈલ યુઝર્સની સંખ્યા 1.2 અબજ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement