કોરોના ચિંતા: ભારતથી આવતા પ્રવાસીઓ માટે હોંગકોંગે RTPCR નેગેટીવ ફરજીયાત કર્યો

18 April 2022 11:40 AM
India Travel World
  • કોરોના ચિંતા: ભારતથી આવતા પ્રવાસીઓ માટે હોંગકોંગે RTPCR નેગેટીવ ફરજીયાત કર્યો

એર ઈન્ડીયાની હોંગકોંગ ફલાઈટ પર તા.24 સુધી પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા લાગતા હોંગકોંગમાં ભારતીય પ્રવાસીઓ તથા ભારતની વિમાની સેવા પર નિયંત્રણ લાદનાર પ્રથમ દેશ બની ગયો છે.

અહી ભારતથી આવેલા ત્રણ મુસાફરો કોરોના પોઝીટીવ જાહેર થતા હવે ભારતથી આવનાર તમામ પ્રવાસીઓ જે કોઈ રૂટથી હોંગકોંગ પહોંચતા હોય તેઓએ પ્રવાસના 48 કલાક અગાઉનો કોરોના નેગેટીવ રિપોર્ટ હોંગકોંગ એરપોર્ટ પર રજુ કરવો ફરજીયાત બની જશે.

આ ઉપરાંત તા.24 સુધી ભારતથી આવતી એરઈન્ડીયાની વિમાની સેવાઓ થંભાવી દીધી છે. ભારતમાં કોરોનાનો પોઝીટીવીટી રેટ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને તેથી હોંગકોંગે આ પ્રકારના નિયંત્રણો મુકયા છે.

જેમાં ફલાઈટ-બોર્ડીંગ પુર્વેનો નેગેટીવ રિપોર્ટ જરૂરી કર્યા છે. દિલ્હી-કોલકતાથી આવતી એરઈન્ડીયાની વિમાની સેવા રવિવાર સુધી પ્રતિબંધીત કરી છે. હજું તા.27થી જ ભારતની આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો પ્રારંભ થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement