રેલવેમાં રાત્રિ મુસાફરીમાં નિયમ પાલન નહીં થાય તો આકરી સજા

20 April 2022 11:19 AM
India Travel Top News
  • રેલવેમાં રાત્રિ મુસાફરીમાં નિયમ પાલન નહીં થાય તો આકરી સજા

10 વાગ્યા પછી કોચમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ નહીં પાડી શકાય : મોબાઈલમાં ઉંચા અવાજે વાતચીત કે ગીત-સંગીતનો ઘોંઘાટ નહીં ચાલી શકે

નવી દિલ્હી,તા. 20
પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા વખતોવખત નિયમોમાં બદલાવ કરવામાં આવી જ રહ્યો છે. રેલવે દ્વારા જારી કરાયેલા નવા નિયમ હેઠળ રાત્રિના સમયે પ્રવાસી ટ્રેનમાં મોટેથી બોલી નહીં શકે અથવા મોટુ વોલ્યુમ રાખીને ગીત-સંગીત પણ સાંભળી નહીં શકે.અન્યથા પ્રવાસીને સજાનો સામનો કરવો પડશે. ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ તાજેતરમાં રાત્રિ પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યો છે.

આ નિયમો અંતર્ગત કોઇપણ મુસાફર મોટા અવાજથી મોબાઈલમાં વાતચીત નહીં કરી શકે અથવા ઘોંઘાટીયુ ગીત-સંગીત સાંભળી નહીં શકે. અન્ય મુસાફરોને ઉંઘમાં ખલેલ ન પહોંચે અને શાંતિથી ઉંઘ લઇ શકે તે માટે આ નિયમ ઘડવામાં આવ્યો છે.

રેલવેને એવી અનેક ફરિયાદો મળી હતી કે મુસાફરો રાત્રિના સમયે પણ મોટા અવાજ કે ઘોંઘાટ કરતાં હોય છે. પ્રવાસીઓ જ નહીં રેલવેનો સ્ટાફ પણ આવા કૃત્યો કરતા હોવાની ફરિયાદો થઇ હતી. આ ઉપરાંત રાતે 10 વાગ્યા પછી પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. આ હકીકતને ધ્યાનમાં રાખીને રેલવેએ નિયમ બનાવ્યો છે અને તેનું પાલન નહીં કરનાર સામે આકરા પગલા લેવાની ચેતવણી આપી છે.


Related News

Loading...
Advertisement
Advertisement