સાવધાન : નાયલોન બેગ, કપ, બોટલ શરીરમાં પહોંચાડે છે લાખો પ્લાસ્ટિક નેનો પાર્ટીકલ્સ

25 April 2022 10:44 AM
Health India
  • સાવધાન : નાયલોન બેગ, કપ, બોટલ શરીરમાં પહોંચાડે છે લાખો પ્લાસ્ટિક નેનો પાર્ટીકલ્સ

અમેરિકી કેમિકલ્સ સોસાયટીનો ચોંકાવનારો ખુલાસો: શરીરમાં રહેલા આ પ્લાસ્ટિક કણ માત્ર માઇક્રોસ્કોપમાં જ દેખાઇ શકે છે

નવી દિલ્હી તા.25
છેલ્લા કેટલાક દાયકાઓથી પ્લાસ્ટિક માણસના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ખાવા-પીવાની ચીજો સંગ્રહવામાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ આજે સામાન્ય બાબત છે. પરંતુ નાયલોન બેગ અને પ્લાસ્ટિકના કપના કારણે પ્લાસ્ટિક હવે આપણા શરીરમાં ઘુસી રહયું છે. આ પ્લાસ્ટિકના સાધનો આપણા શરીરમાં લાખો કરોડોની સંખ્યામાં પ્લાસ્ટિકના નેનો પાર્ટીકલ પહોંચાડી રહયા હોવાનો ચોંકાવનારો ખુલાસો અમેરીકી કેમિકલ સોસાયટીએ તેના તાજેતરના અભ્યાસમાં કર્યો છે.

જો આપ ઓવનમાં ખોરાક રાંધવા કે ગરમ કરવા માટે નાયલોન બેગનો ઉપયોગ કરો છો કે આપ પ્લાસ્ટિકના પડવાળા ગ્લાસમાંથી ગરમ પેય પદાર્થ લઇ રહયા છો. તો એ સંભવ છે કે તેની સાથે કેટલાક પ્લાસ્ટિકના કણો પણ આપના શરીરમાં પહોંચી રહયા છે.

સંશોધક કિસ્ટોફર જોગમેઇસ્ટરનો આ રિપોર્ટ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલમાં પ્રગટ થયો છે. ક્રિસ્ટોફરના અનુસાર પ્લાસ્ટિક નેનો પાર્ટીકલ્સને સામાન્ય સીમાની અંદર માનવામાં આવે છે. પણુું લાંબા સમયે તેમાં શું ખતરો હોય છે. તે હજુ બહાર નથી આવ્યું.

સંશોધન મુજબ આ બેગ કે કપમાંથી પીવામાં આવેલ લગભગ અડધો લીટર પાણી આપણા શરીરની દર 7 કોશિકાઓના પ્રમાણમાં 1 પ્લાસ્ટિક નેનો પાર્ટીકલ્સ શરીરમાં પહોંચાડી શકે છે. આ સંખ્ય અમેરીકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનના નિયમો અનુસાર સુરક્ષીત છે જો કે, વિશેષજ્ઞ અનુસાર આ મામલે લાંબા અભ્યાસની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એક અદ્યયયનમાં રકતમાં પ્લાસ્ટિક મળી આવ્યું હતું. અગાઉ થયેલા અભ્યાસ મુજબ દુધની બોટલો, પોલિથીન ટેરેપ્થલેટથી બનેલી ટી બેગ વગેરે પ્લાસ્ટિકના માઇક્રોસ્કોપથી જ જોઇ શકાય તેવા કણ છોડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement