વિમાન લેન્ડીંગમાં ભારતની નવી ઉડાન: ‘ગગન’ સિસ્ટમથી રાજસ્થાનમાં રનવે પર સફળ લેન્ડીંગ

29 April 2022 02:34 PM
India Travel
  • વિમાન લેન્ડીંગમાં ભારતની નવી ઉડાન: ‘ગગન’ સિસ્ટમથી રાજસ્થાનમાં રનવે પર સફળ લેન્ડીંગ

* અમેરિકા, યુરોપ, જાપાન બાદ ભારત આ ટેકનીકથી સજજ ચોથો દેશ

* આ ટેકનીક સેટેલાઈટ સાથે જોડાયેલી હોવાથી ખરાબ હવામાનમાં વિમાનનું સુરક્ષિત લેન્ડીંગ સંભવ બને છે: એએઆઈએ ઈસરો સાથે મળીને તૈયાર કરી છે આ નવી સિસ્ટમ

નવી દિલ્હી તા.29
વિમાન લેન્ડીંગના મામલામાં ભારતે નવી ઉડાન ભરી છે. ખરાબ હવામાનમાં પણ સરળતાથી સુરક્ષિત લેન્ડીંગ કરી શકાશે. આ નવી ટેકનીકમાં જમીની સ્તર પર નેવીગેશનલ માળખાની જરૂરત નથી પડતી, બલકે તે જીપીસીએસનો ઉપયોગ કરે છે, સેટેલાઈટનો ઉપયોગ કરે છે.

ગુરુવારે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (એએઆઈ) એ ઈસરોના સહયોગથી વિમાન લેન્ડ કરાવવાની નવી ટેકનીકનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઈન્ડીગો એરલાઈનના વિમાને રાજસ્થાનના કિશનગઢ સ્થિત વિમાન મથકે નવી ટેકનીક જીપીએસ એડેડ જીઓ, ઓગ્યુમેન્ટેડ નેવીગેશન ‘ગગન’ આધારીત એલપીવી ટેકનીકથી વિમાનને ઉતરાણ કરાવાયુ હતું. અમેરિકા, યુરોપ અને જાપાન બાદ ભારત ચોથો દેશ છે. જેણે આ ટેકનીક વિકસીત કરી છે.

‘ગગન’ અર્થાત જીપીએસ એડેડ આગ્મેન્ટેડ નેવીગેશનને ઈસરોએ વિકસીત કર્યું છે. આ નેવીગેશન સીસ્ટમ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ જીસેટ-8, જીસેટ-10 અને જીસેટ-15 સેટેલાઈટ (ઉપગ્રહ)ના માધ્યમથી કામ કરે છે. આ ‘ગગન’ને આધાર બનાવી એએઆઈ એ ઈસરો સાથે મળીને ગગન આધારીત એલવીપી વિકસીત કર્યું છે. તેની મદદથી રનવે પર આઈએલએસ વિના જ સેટેલાઈટથી મળેલા ડેટાના આધારે વિમાનનું ઉતરાણ સંભવ થશે.

હાલ આઈએલએસ (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સીસ્ટમ)ના માધ્યમથી વિમાનમાં પાયલોટને રનવેની સ્થિતિની ખબર પડે છે અને તેના હિસાબે નિર્ણય કરે છે. તેમાં રનવેથી વિમાનની ઉંચાઈ, છેલ્લા છેડાથી અંતર, ઉતરવા માટે જરૂરી કોણ વગેરે જાણકારી મળે છે. આઈએલએસ ન હોવાની સ્થિતિમાં ખરાબ હવામાનમાં લેન્ડીંગ દરમિયાન કટોકટીભરી સ્થિતિમાં પાયલોટ અનુભવના આધારે નિર્ણય લેવા પડે છે, તેમાં થોડી ભુલ પણ અકસ્માતનું કારણ બની શકે. નવી એલપીવી સિસ્ટમમાં પાયલોટને સેટેલાઈટના માધ્યમથી બધી જાણકારી મળી જશે, એથી વિમાનની લેન્ડીંગ સુરક્ષિત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement