માધવપુર ઘેડમાં વર્ષો બાદ ગ્રામ પંચાયત દ્વારા માર્ગોમાંથી દબાણ દૂર કરાયા

30 April 2022 11:56 AM
Porbandar
  • માધવપુર ઘેડમાં વર્ષો બાદ ગ્રામ પંચાયત દ્વારા માર્ગોમાંથી દબાણ દૂર કરાયા

પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન: ગ્રામજનો ખુશ

(કેશુભાઇ માવદીયા) માધવપુર ઘેડ, તા.30
પોરબંદર જિલ્લાના અતિ પછાત માધવપુર(ઘેડ)માં જાહેર માર્ગોમાં ઠેર-ઠેર દબાણ થવાની બુમરાણ મચતા ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઇ ભુવા અને ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા જાહેર માર્ગોમાં અડચણરૂપ દબાણો દુર કરતા ગ્રામજનોમાં સરાહના થઇ રહી છે. માધવપુર ઘેડમાં જાહેર માર્ગોમાં દબાણો દુર કરવા સરપંચ ભનુભાઇ ભુવાની આગેવાનીમાં તલાટી મંત્રી અને સદસ્યોએ પોલીસ બંદોબસ્ત સાથે જાહેર માર્ગોમાં અડચણરૂપ દબાણો હટાવી માર્ગો ખુલ્લા કરાવ્યા હતા. ગ્રામ પંચાયતની આ કામગીરીને ગ્રામજનોએ આવકારી પુરો સહયોગ આપ્યો હતો. આગામી દિવસોમાં પણ દબાણ કર્તા સામે કડક કાર્યવાહી થનાર હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement
Advertisement