ભારતીય ડાયમંડ રશિયાના રફ હીરામાંથી નથી બન્યા ને? અમેરિકી ગ્રાહકોએ લેખિત બાંહેધરી માંગી

03 May 2022 11:56 AM
Surat Gujarat
  • ભારતીય ડાયમંડ રશિયાના રફ હીરામાંથી નથી બન્યા ને? અમેરિકી ગ્રાહકોએ લેખિત બાંહેધરી માંગી

સુરત તા.3
યુક્રેન અને રશિયાના યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકાએ રશિયાની રફ પર બેન મુકયો છે. આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા એવું લખાણ અમેરિકાના બાયર્સ શહેરના હીરા વેપારીઓ પાસે બિલમાં લેખીત માંગી રહ્યા હોવાથી વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.

ભારતમાં આયાત થતા કુલ રફમાંથી 30 ટકા રફ રશિયાથી આવે છે. અમેરિકા એ આ રફ પર બેન મુકતા અને ખાસ કરીને સુરતમાં રફની શોર્ટ સપ્લાય શરુ થઈ છે. છેલ્લા 2 સપ્તાહથી હીરાના કારખાનામાં વીકમાં 2 દિવસની રજા શરુ થઈ છે. રફની શોર્ટ સપ્લાયને કારણે તૈયાર હીરાની માંગમાં ધીમે ધીમે વધારો થયો હતો. ત્યાં ફરી અમેરિકાના બાયર્સ નવો ફતવો લાવ્યા છે.

આ હીરા અને જવેલરી રશિયાની રફમાંથી તૈયાર કરાતી નથી તેવું બિલમાં લખાણ અમેરિકાના બાયર્સ ભારતના ઉદ્યોગકારો પાસે માંગી રહ્યા છે. જેથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. લખાણ આપવુ કે નહી તે અંગે મુંઝવણ છે.


Related News

Loading...
Advertisement
Advertisement