વોશિંગ્ટન તા.3
હાલમાં જ થયેલા એક અધ્યયનમાં દાવો કરાયો છે કે મહિલાઓમાં વંધ્યત્વનો સંબંધ હૃદયની બીમારીઓ સાથે પણ હોય છે એટલે કે મા ન બની શકતી મહિલાઓ માટે હૃદયરોગનું જોખમ વધુ હોય છે.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડીયોલોજીમાં પ્રકાશિત અધ્યયન અનુસાર જે મહિલાઓમાં વંધ્યત્વની સમસ્યા હોય છે તેમને હાર્ટફેલ થવાની સમસ્યા અન્ય મહિલાઓની તુલનામાં 16 ટકા વધુ હોય છે.
મેસેચ્યુસેટસ જનરલ હોસ્પિટલ (એમજીએચ) ના સંશોધકોનું કહેવું છે કે મહિલાઓના પ્રજનન ઈતિહાસથી ઘણી હદ સુધી એ ખબર પડી શકે છે કે તેને ભવિષ્યમાં હૃદયની બમારી થવાનો ખતરો કેટલો વધુ છે. મહિલાને જો ગર્ભ દરમિયાન પરેશાની થાય તો બાદના વર્ષોમાં તેને હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે. બે પ્રકારના હાર્ટ એટેકનું વિશ્લેષણ કરાયું.
સંશોધકોએ જણાવ્યું હતું કે સંશોધન દરમિયાન નવી જાણકારી બહાર આવી હતી. પ્રથમ પ્રિઝવર્ડ ઈન્જેકશન ફ્રિકશન સાથે હાર્ટ એટેક (એચએફપીઈએફ) જેમાં માંસપેશીઓ પંપ કર્યા બાદ પુરી રીતે ફેલાઈ નથી શકતી અને બીજું, હાર્ટ ફેલ્યોર વીથ રિડયુઝ ઈન્જેકશન ફ્રિકશન (એચએફઆરઈએફ) તેમાં ડાબા વેન્ટ્રીકલ મતલબ હૃદયના નીચલા ભાગના કોષથી દરેક ધડકન બાદ જરૂરિયાત મુજબ જેટલું લોહી શરીરમાં જવું જોઈએ, એટલું નથી પહોંચતું. અધ્યયનથી જાણવા મળ્યું કે મહિલાઓમાં હાર્ટફેલ થવાથી સૌથી વધુ કેસ ‘એચએફપીઈએફ’ના જ જોવા મળેલા.
તો હૃદયની બીમારીથી બચાવી શકાય: અધ્યયનની મુખ્ય લેખિકા અને મેચાચ્યુસેટ જનરલ હોસ્પીટલની કાર્ડીયોલોજીસ્ટ ડો. એમીલી લાઉનું કહેવું છે કે મહિલાઓમાં બાળકો પેદા ન કરી ક્ષમતાનું કંઈ ન કરી શકાય, પણ તેને ભવિષ્યમાં થનારા હૃદયની બીમારીઓથી બચાવી શકાય.