ઓગસ્ટથી 5G સેવાનું લોન્ચીંગ : આગામી માસથી કંપનીઓ માટે સ્પેકટ્રમ લીલામી શરૂ કરાશે

03 May 2022 04:56 PM
India Technology
  • ઓગસ્ટથી 5G સેવાનું લોન્ચીંગ : આગામી માસથી કંપનીઓ માટે સ્પેકટ્રમ લીલામી શરૂ કરાશે

રિલાયન્સ અને ભારતી એરટેલે ફિલ્ડમાં 5Gનું ટેસ્ટીંગ પૂરું કર્યું હવે ટેકનીકલ અપગ્રેડેશનની તૈયારી

નવી દિલ્હી : દેશમાં હવે 5-જીનો યુગ બહુ જલ્દી શરુ થઇ જશે અને ઓગસ્ટ માસ સુધીમાં 5-જી કનેકશનો મોબાઈલ કંપનીઓ આપવા લાગશે તેવા સંકેત છે. કેન્દ્રના ટેલિકોમ મીનીસ્ટર અશ્વિની વૈષ્ણવે ગત સપ્તાહે જણાવ્યું હતું કે ઓગસ્ટના અંત સુધીમાં કોઇપણ સમયે 5-જી ઇન્ટરનેટ સેવા લોંચ કરી દેવામાં આવશે અને આ માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરાઈ તેવી શક્યતા છે.

આગામી માસથી જ 5-જી સ્પ્ટ્રેકમની લીલામી શરુ કરવામાં આવશે અને જૂનના અંત સુધીમાં કંપનીને સ્પેકટ્રમ સુપરત કરી દેવામાં આવશે. હાલ ટેલિકોમ વિભાગ દ્વારા 5-જી સ્પેકટ્રમ માટેની કિમતો વગેરેની કાર્યવાહી ચાલુ છે અને અંદાજે સરકારને રુા. 7.5 લાખ કરોડની આવક થઇ શકે છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ટેલિકોમ કંપનીઓનાં દબાણથી 5-જી સ્પેકટ્રમ માટે કિંમત થોડી ઘટાડાઈ શકે છે. અને કંપનીઓને 30 વર્ષ સુધીના લીઝ પર આ સેવાના સ્પેકટ્રમ અપાશે.

હાલમાં જ રિલાયન્સ જીઓ તથા ભારતી એરટેલ દ્વારા તેના 5-જી નેટવર્કનું ટેસ્ટીંગ શરુ કરાયું હતું અને તે સફળ રહ્યું છે. અને કંપનીઓ હવે તેના માટે પોતાના ટેકનીકલ ક્ષમતાને ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આ 5-જી મારફત મળે તો કંપનીઓને મોટો ફાયદો થશે.

સુત્રોનાં જણાવ્યા મુજબ 5-જી સેવા મોંઘી હશે. પરંતુ તેની સાથે 2-જી સેવા કે જે ટેલિકોમની બેઝીક સેવા ગણાય છે તે યથાવત રાખવાનો નિર્ણય પણ લેવાયો છે. 2-જી સેવામાં ઇન્ટરનેટ સેવા મળતી નથી ફક્ત કોલીંગ અને એસએમએસ જેવા ફીચર જ ઉપલબ્ધ રહે છે. પરંતુ જે રીતે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં હજુ 2-જી સેવા અસરકારક છે તેથી સરકાર તે યથાવત રાખશે તેમ માનવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement