ત્રણ વર્ષ બાદ અંતરિક્ષમાં રજા ગાળી શકાશે: બની રહી છે શાનદાર હોટેલ

04 May 2022 12:40 PM
India Technology
  • ત્રણ વર્ષ બાદ અંતરિક્ષમાં રજા ગાળી શકાશે: બની રહી છે શાનદાર હોટેલ

* હોટેલમાંથી જોવા મળશે અંતરિક્ષનો શાનદાર નજારો

* હોટેલમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણ પણ ઉભુ કરાશે: ત્રણ માળના મોડયુલમાં 24 રૂમની વ્યવસ્થા

નવી દિલ્હી તા.4
આગામી ત્રણ વર્ષમાં અબજોપતિ લોકો અંતરિક્ષમાં વેકેશનની રજા માણવા જઈ શકશે, જીહા, આગામી ત્રણ વર્ષમાં અંતરિક્ષમાં આલિશાન હોટેલ તૈયાર થઈ જશે.
અંતરિક્ષમાં પર્યટનની શરૂઆત તો અમેરિકી બિઝનેસમેન એલન મસ્કની કંપની કરી જ ચૂકી છે, હવે ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમેરિકાની એક કંપની લાંબા સમયથી આ પરિયોજના પર કામ કરી રહી છે. ખબર છે કે વર્ષ 2025માં અવકાશમાં આલિશાન હોટેલ તૈયાર થઈ જશે.

કૃત્રિમ ગુરુત્વાકર્ષણ: ઓર્બિટલ એસેમ્બલીએ અંતરિક્ષ હોટેલની ડિઝાઈનને 2019માં જ તૈયાર કરી લીધી હતી. આ હોટેલમાં અનેક મોડયુલ સામેલ થશે, જેને જરૂરિયાત વધારી-ઘટાડી શકાશે. હોટેલમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણ હશે, જે પર્યટકોને અંતરિક્ષમાં પણ ધરતીની જેમ સ્થાયિત્વ પ્રદાન કરશે. હોટેલનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના છઠ્ઠા ભાગનું હશે.

બિઝનેસ પાર્ક ઓફિસ પણ: ઓર્બિટલ એસેમ્બલીના મુખ્ય ઓપરેશનલ અધિકારી ટીમ અલતોરેએ જણાવ્યું હતું કે અંતરીક્ષ પર્યટનમાં બજેટ મોટી સમસ્યા છે. પણ આવનારા વર્ષોમાં તેના ગ્રાહકોની સંખ્યામાં ઘણો વધારો થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય એક અંતરિક્ષ બિઝનેસ પાર્કની સ્થાપના કરવાનું છે, ત્યાં ઘર અને ઓફીસ બનશે. અહીં આવીને પર્યટક અંતરિક્ષના શાનદાર નજારોનો આનંદ લઈ શકશે.

20 મીટર લાંબા 24 રૂમ: વોયેજર અંતરિક્ષ હોટેલમાં પર્યટકો માટે 24 મોડયુલ (રૂમ) હશે. જેમાં પ્રત્યેકનો વ્યાસ 12 મીટર અને લંબાઈ 20 મીટર છે. દરેક મોડયુલ ત્રણ માળમાં ફેલાયેલુ અને કુલ 500 વર્ગ મીટરની ક્ષમતાવાળું હશે. તેમાં લકઝરી સ્યુટ, લકઝરી રૂમ અને સ્ટાન્ડર્ડ રૂમ હશે.


Related News

Loading...
Advertisement
Advertisement