* વડોદરાથી મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદને જૂનાગઢ ભારતી બાપુ આશ્રમ લઇ જવાયા
વડોદરા,તા.4
ગરૂડેશ્વર ગોરા ગામ ખાતે ભારતી આશ્રમના ગાદીપતી મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ સ્વામી ગત તા.30ના રોજ વડોદરાના ડભોઇ રોડ પરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવા બાદ નાસીકમાંથી મળી આવતા વડોદરા ક્રાઇમ બ્રાંચે બાપુની બંધ બારણે ુપુછપરછ કરી નિવેદનો લીધા બાદ બાપુને જુનાગઢ ભારતી બાપુ આશ્રમમાં લઇ જવાયા છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચની બંધબારણે વિવાદ બાબતે માનસીક દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહયા હોવાની વિગતો ખુલી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, હરિહરાનંદ બાપુ વડોદરાથી ટેમ્પોમાં બેસીને નાસીક ગયા હતા. બાપુ આશ્રમના વિવાદ લઇને દુ:ખી હોવાથી આશ્રમ છોડી નાસીક પહોંચતા તેમના જ સેવકોએ શોધી કાઢ્યા હતા.
બાપુના આશ્રમની જમીન જે વિવાદ છે તે જુનાગઢ અથવા અમદાવાદથી તપાસ થશે. વડોદરા ક્રાઇમ બ્રાંચે માત્ર બાપુ ગુમ થયા બાબતની તપાસ પુછપરછ કરી છે. ડીસીપી ઝોન-3ના યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, બાપુનો કોઇ રાજકીય દબાણની વાત કરી નથી. પણ જમીન વિવાદ બાબતે માનસીક દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહયાનું જણાવ્યું છે. મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદના નિવેદન લેવાયા બાદ તેમને જુનાગઢ ભારતી બાપુ આશ્રમ ખાતે લઇ જવાયા છે.