સુરતના અરેઠ ગામનો બનાવ : નાચતા નાચતા વરરાજાને એટેક આવતા મોત

06 May 2022 10:18 AM
Surat
  • સુરતના અરેઠ ગામનો બનાવ : નાચતા નાચતા વરરાજાને એટેક આવતા મોત

સુરત,તા. 6
સુરત જીલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતા ચૌધરી પરિવારમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. મિતેશ ચૌધરી નામના યુવકની જાન જવાની હતી. પરંતુ આ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો જ્યારે વરરાજાને નાચતા નાચતા છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત થયું હતું.
ગતરાત્રે જમવાની વિધિ પૂર્ણ થયા બાદ લગ્ન મંડપનું મુર્હુતની વિધિ ચાલુ કરવામાં આવી હતી. આ વિધિ બાદ રાત્રે ડીજે સાથે રાસનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સમયે વરરાજા પોતાના મિત્રો સાથે ડીજેના તાલે ખુબ ઉત્સાહમાં આવી ડાન્સ કરી રહ્યા હતા અને ત્યારે એકાએક વરરાજાને છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement
Advertisement