રાજકોટ,તા.6
વડોદરામાં વૈષ્ણવાચાર્ય પૂ. ગો. શ્રી વ્રજરાજકુમારજી મહોદયની નિશ્રામાં વૈષ્ણવ સંપ્રદાયની વિશાળ રેલી યોજાઇ. જેમાં હજારો વૈષ્ણવો જોડાયા હતા. ફલેગ ઓફ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જોડાયા હતા.
ફલેગ ઓફ સમારોહ દરમિયાન પૂ. વ્રજરાજકુમારજી મહારાજના મંગલ આશીર્વચનમાં જણાવ્યું હતું કે, શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીનો સાક્ષાત્કાર યમુનાજીના કાંઠે ગોકુળમાં થયું. શ્રી યમુનાજીને શુદ્ધ કરવા ભારત સરકારને અપીલ કરવામાં આવી. પુષ્ટિ સંપ્રદાયમાં સર્વ જ્ઞાતિઓ જોડાયેલી છે. નાત જાતના ભેદભાવ વગર પુષ્ટિમાર્ગમાં દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં આવ્યો. શ્રી મહાપ્રભુજીની ભાગવતજી પર સબોધીનીજી ટીકા વિશ્વવિખ્યાત બની અને બધા જ કથાકારો એ ટીકાનો આધાર રહે છે. મધુર કષ્ટકમની રચના મહાપ્રભુજી દ્વારા કરવામાં આવી. ભગવાન વિઠાબાએ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીને કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરો મારે તમારા ત્યાં પુત્રરૂપે પ્રગટ થવું છે. ત્યારે મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કર્યો. મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. ભગવાનની કૃપાથી ભગવાનને પામવાનો માર્ગ એ પુષ્ટિમાર્ગ છે.
વિશ્વભરમાં વીવાયઓ દ્વારા 15 દેશોમાં મહાપ્રભુજીની વિભારધારાઓનો પ્રચાર કરવામાં આવી રહયો છે. વ્રજભૂમિમાં સૌથી વધારે વૈષ્ણવો જતા હોય છે. શ્રી મહાપ્રભુજીનો પ્રથમ ગ્રંથ પણ શ્રી યમુનાષ્ટક છે જે વિશ્વપ્રસિદ્ધ છે.શ્રી યમુનાજીનું જળ મથુરા મંડળમાં આવી નથી રહયું. બીજા રાજય સરકારો દ્વારા કોઇ કારણસર જયારેએ જળ રોકવામાં આવી રહયું હોય યમુનાજીમાં પ્રદુષણનું પ્રમાણ વધતા જોઇ વૈષ્ણવોને દુ:ખની લાગણીનો અનુભવ થાય છેે. પૂજય એ જણાવ્યું કે ભારત સરકાર પર ધ્યાન આપવામાં આવશે અને વૈષ્ણવો અને સર્વ હિન્દુ ભાવિકોની લાગણીઓને માન આપીને શ્રી યમુનાજીને શુદ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે જે.પી. નડ્ડાજી દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધન દરમિયાન પૂજય વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી વિશ્વભરમાં વીવાયઓના તત્વાવધાનમાં સાકાર થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને વધાવી હતી. તેમને જણાવ્યું હતું કે, વીવાયઓ દ્વારા ધર્મના સંસ્કારોને મજબુત કરવાના અભિગમ સાથે યુવાનો તથા બાળકો અર્થે તો સુંદર પ્રેરણાદાયી આયોજનો થતા જ હોય છે. પણ એ સાથે સમાજના જરૂરીયાત ધરાવતા, વંચિતો તેમજ દિવ્યાંગજનો આ તમામ સુધી અનેકવિધ આયોજનો સાકાર થતા આવ્યા છે. જેનો ઉલ્લેખ કરીને તેમને તમામ સેવાકીય કાર્યોને હૃદયથી આવકાર્યા હતા. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, વીવાયઓ દ્વારા આજનું સેવા, સ્નેહ અને સમર્પણના દિવ્ય સંદેશને વેગવંતો કરવા આયોજિત આ વિરાટ વાહન રેલીમાં તેમને શામેલ થવાનો અવસર પ્રાપ્ત થયો તેનો વિશેષ આનંદ અને લાગણીઓ વીવાયઓ પરિવારને ઉલ્લેખીને વ્યકત કરી હતી.