માધવપુર ઘેડ ગામે કુંભારવાડા-સોબારી માર્ગ બનાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

07 May 2022 12:05 PM
Porbandar
  • માધવપુર ઘેડ ગામે કુંભારવાડા-સોબારી માર્ગ બનાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

પાંચ વર્ષ પહેલા માર્ગમાં ખોદાણ બાદ મરામત નહીં

(કેશુભાઇ માવદીયા) માધવપુર,તા.7
પોરબંદરના માધવપુર ધેડ ગામે કુંભારવાડાથી સોબારીથી બાલુડી પ્લોટ સુધીનો રોડને નવેમ્બરથી બાંધવામાં આવે એવી રજૂઆત જીલ્લા કલેકટર પોરબંદરને લેખીતમાં રજુઆત થઇ છે. જણાવેલ મુજબ 2017ના વર્ષમાં જુના સરપંચ અને મંત્રીએ પીજીવીસીએલ મુળ માધાવપુર ઘેડને જાહેર રોડ તોડાવી અંડર ગ્રાઉન્ડ કરાવેલ ત્યારથી અત્યાર સુધી કુંભારવાડાથી સોબારી સુધીનો પીજીવીસીએલ એ જીસીબીથી તોડેલો રોડ ઉપર વાહન ચલાવાતું નથી અને ચોમાસા દરમિયાન કાદવ કીચડ ઉપર ના છુટકે જનતાને જવું આવવું પડે છે. ત્યારે માધવપુર ઘેડના જાગૃત નાગરીકે ગ્રામ પંચાયતના માધવપુર ઘેડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પોરબંદરને વારંવાર અને અનેકવાર લેખીત આપેલ ગ્રામ સભાના ઠરાવ છતા રોડ બાંધવામાં નથી આવતા ગત પંચાયતની ચુંટણીમાં આખી બોડીને બદલાવી સતા ઉપર બીજા કાર્યશીલ સરપંચ સભ્યોને કામ કરવા સતા આપવામાં આવી છે. ગ્રાંટ આપવામાં આવેલ નથી એટલે ગામના કામ અટકાવતા જનતામાં આક્રોશ ફાટી નીકળેલ છે.


Loading...
Advertisement
Advertisement