કચ્છમાંથી ચરસના વધુ બે પેકેટ મળ્યા

07 May 2022 02:15 PM
kutch Gujarat
  • કચ્છમાંથી ચરસના વધુ બે પેકેટ મળ્યા

કુલ 48 પેકેટ જપ્ત: મુંદ્રાના સીગરેટ પ્રકરણમાં બેની ધરપકડ

ભુજ, તા.7
કેફી દ્રવ્યોના ચિંતાજનક અને જોખમી ટ્રાન્ઝિસ્ટ પોઇન્ટ બની ચૂકેલી કચ્છની સાગરસીમામાં ગત સાંજે ચરસનાં વધુ પેકટ ઝડપાયાં છે. કચ્છની સાગરસીમાએ છેલ્લા સવા મહિના દરમ્યાન મળેલાં ચરસનાં પેકેટનો આંક 48 પેકેટ થાય છે.

સીમાદળની પેટ્રોલિંગ ટુકડીને શેખરણપીર ટાપુ નજીકના ઇબ્રાહિમ પીરના કાંઠેથી આ બે’ પેકેટ મળી આવ્યાં હતાં.એક તરફ કચ્છના બંદરોએથી કબ્જે થયેલા અથવા પગ કરી ગયેલા હેરોઇનના મસમોટા જથ્થાનું દેશભરમાં પગેરું દબાઇ રહ્યું છે. ત્યારે આ કાર્યવાહીની સાથોસાથ સાગરકાંઠેથી ઝડપાતાં ચરસનાં પેકેટનાં જથ્થામાં સતત વધારો થઇ રહ્યો છે.

સીમા દળ, પોલીસની ગુપ્તચર પાંખ, મરિન કમાન્ડો એકમ અને કોસ્ટગાર્ડ સહિતના દળો સાગરકાંઠેથી ચરસનાં નધણિયાતાં પેકેટ કબજે કરીને સફળ કામગીરી નોંધાવતા રહ્યા છે, પણ આ જથ્થાને કચ્છના સાગરકાંઠા સુધી પહોંચતો રોકવા અથવા તેના સ્થાનિકના મૂળિયા શોધીને ઝડપી લેવાની કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરાઇ ન હોવા અંગે વર્તુળો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

જે રીતે એકલ દોકલ પેકેટ ઝડપાઇ રહ્યાં છે તેના પરથી આ માલ મધદરિયેથી નાની બોટ વાટે આવતો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે,આવનારા દિવસોમાં આ તમામ એજન્સીઓ સાથે મળીને સંકલિત રીતે કોઇ નક્કર વ્યૂહરચના ઘડી કાઢે એવી અપેક્ષા વ્યક્ત થઇ રહી છે.

સીગારેટ પ્રકરણ
ડીઆરઆઇએ 1લી એપ્રિલેમુંદરા ખાતેથી આયાતી ક્ધટેનરમાંથી 16 લાખનો વિદેશી સીગારેટનો જથ્થો ઝડપ્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા બે શિપીંગ એજન્ટોને ડી.આર.આઇ.એ મોડી સાંજે ધરપકડ કરી હતી. રાત્રે મોડેથી મુંદરાની અદાલતમાં રજૂ કરાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement