બોટાદ,તા. 9 : બોટાદ વિધાનસભા મતક્ષેત્રના ગઢડા તાલુકાના 28 ગામોને આગામી દિવસોને ધ્યાનમાં રાખી વ્યવસ્થિત પાણી મળી રહે તેના માટે ધારાસભ્ય સૌરભભાઈ પટેલના અથાગ પ્રયાસોથી તમામ જૂથ યોજનાઓનું આધુનિકરણ કરવામાં આવશે જેમાં ટાટમ ગામે સંપ બનાવવામાં આવશે ત્યાંથી ગ્રેવિટીથી પાઇપલાઈન નાખી ટાટમ, ભીમડાદ, મેઘવડીયા, ગોરડકા, પીપળીયા, નાના સખપર, સુરકા, ધ્રુકણીયા, દેરાળા વગેરે ગામોને લાભ થશે. હોળાયા ગામે સંપ બનાવવામાં આવશે જેમાં રતનવાવ, રતનપર, રાયપર, ગાળા, મોટા સખપર, હોળાયા, સાળંગપરડા ગામને લાભ થશે.ગઢડાના મઘરીયા હિલ ખાતે સંપ બનશે જેમાંઉગામેડી, પીપળા, તતાણા, લાખણકા, ઇશ્ર્વરિયા, નાના ઝીંઝાવદર, નિંગાળા વગેરે ગામોને લાભ મળશે.