રાજકોટ, તા 10 ; પીજીવીસીએલ કંપની અંજાર રૂરલ -1 સબ ડીવીઝન માં એપ્રેન્ટિસ લાઈનમેન તરીકે ફરજ બજાવતા યુવાન કર્મચારી વિષ્ણુભાઈ મેતા ને તારીખ 17.04.2022 ના રોજ પ્રાણઘાતક અકસ્માત માં તેમનું દુખદ અવસાન થયેલ હતું અને કંપની ના નિયમાનુસાર એપ્રેન્ટિસ લાઈનમેન ને મળવાપાત્ર વળતર ની રકમ ખુબ નજીવી હોય કંપની ના માનવીય અભીગમ ધરાવતા એમ ડી વરુણકુમાર બરનવાલ દ્વારા સૂચન કરવામાં આવેલ હતું કે આવા કિસ્સામાં કંપની ના કમર્ચારીઓ, યુનિયન અને અન્ય સંસ્થા દ્વારા અનુદાન એકત્રિત કરી પીડિત ના પરિવાર ને શક્ય એટલી નાણાકીય મદદ કરવી જરૂરી છે.
કંપની ના એમ ડી દ્વારા કરવામાં આવેલ સુચના અને આહવાન ને અંજાર પીજીવીસીએલ ના અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના હોદેદારો દ્વારા અમલીકરણ કરી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે રૂપિયા 280000.00 ( બે લાખ એંસી હજાર) જેટલી માતબર રકમ એકત્રીત કરી તારીખ 08.05,2022 ના રોજ ચંદીયા ગામે "પંચકોટી યજ્ઞ" ના કાર્યક્રમ માં સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ મેતા ના પરિવારજનો ને અંજાર પીજીવીસીએલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના મોભી વાસણભાઈ આહીરના વરદ હસ્તે આપવામાં આવેલ હતી.