વોકિંગ કાર ! દિવાલ પર પણ ચડી શકશે

11 May 2022 11:25 AM
Technology Top News
  • વોકિંગ કાર ! દિવાલ પર પણ ચડી શકશે

સ્ટાર વોર્સ ફિલ્મની સીરીઝમાં દર્શાવાતી અકલ્પનીય કાર હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે, દક્ષિણ કોરીયાની કંપની હ્યુન્ડાઇએ દિવાલ પર પણ ચડી-દોડી શકે અને ઉબડ ખાબડ રસ્તામાં પણ ચલાવી શકાય તેવી અત્યાધુનિક કારના ઉત્પાદનની દિશામાં પહેલ કરી છે. ર019માં ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ શોમાં આ કારનું મોડલ દર્શાવાયું હતું હવે બે કરોડ ડોલરના ખર્ચે કારના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ કારને ‘વોકિંગ કાર’ નામ આપવામાં આવ્યું છે. દિવાલ પર પાંચ ફુટ ઉંચાઇએ સરળતાથી ચડી શકશે. ઇલેકટ્રીક કાર અને રોબોટીક ટેકનીકનો તેમાં મિશ્રણ કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિ માંડીને અવકાશી સંશોધનમાં પણ તે ઘણી ઉપયોગી થઇ શકશે. કારમાં પૈંડાની સાથોસાથ રોબોટીક પગ પણ લગાવવામાં આવ્યા છે. આ ચાર મીકેનીકલ પગના આધારે ઉંચાઇએ પણ દોડી શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement