ભાવનગર/બોટાદ, તા. 11
બોટાદનાં નામીચા ‘સીરા ડોન’ના ગેરકાયદે બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ શખ્સે તાજેતરમાં જ વિહીપ પ્રમુખને ધમકી આપી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ બોટાદનાં કુખ્યાત અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા સીરાજ ઉર્ફે સીરા ડોનના ખસરોડ ઉપર આવેલ પઠાણવાડી વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો ઉપર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી બુલડોઝર ફેરવી દેવાયું છે.
મામલતદારો, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો આ ઓપરેશન બુલડોઝર સમયે ઉપસ્થિત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરનાં જ કુખ્યત શખ્સ સીરા ડોને વિહીપ પ્રમુખને ધર્મસ્થળ ઉપર બાંધેલા માઇક લાઉડ સ્પીકર ઉતારી નાખવા અને મારી નાખવાની ધમકી આપી હતી.
બોટાદનો અહેવાલ
બોટાદના ખસ રોડ પર આવેલ પઠાણ વાડી પાડળ આવેલ સરકારી પડતર જમીન પર બોટાદનાં નવનાળા પાસે રહેતા બોટાદ નાં કુખ્યાત બુટલેગર તરીકે ઓળખાતા અને હાલમાંજ બોટાદ નાં વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ મોન્ટુભાઈ માળી ને મંદિર ઉપરથી માઈક ઉતારી નાખવા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપનાર સિરાજ ખલ્યાણી ઉર્ફે સીરો ડોન દ્વારા ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું હતું પતરાનાં શેડ, ફરતી કમ્પાઉન્ડ દીવાલ બનાવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું જેના પર સવાર નાં સરકારી અધિકારી ઓ તેમજ પોલીસ અધિકારીનાં બંદોબસ્ત સાથે રાખી બુલડોજર ફેરવ્યું હતું તંત્રએ સરકારી પડતર જમીન ખાલી કરાવી હતી.