ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે રવીન્દ્ર જાડેજાનું છેલ્લું વર્ષ ? ફ્રેન્ચાઈઝીએ જડ્ડુને કર્યો ‘અનફૉલો’ !

11 May 2022 11:51 AM
Sports
  • ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે રવીન્દ્ર જાડેજાનું છેલ્લું વર્ષ ? ફ્રેન્ચાઈઝીએ જડ્ડુને કર્યો ‘અનફૉલો’ !

ચાહકોએ તરેહ તરેહની અટકળો લગાવવાનું શરૂ કર્યું

નવીદિલ્હી, તા.11 : આઈપીએલ-15માં ચેન્નાઈ સુપરકિંગ્સની જેવી છાપ છે તેવું પ્રદર્શન જરા પણ જોવા મળ્યું નથી. આ જ કારણથી ટીમનું હવે પ્લેઑફમાં પહોંચવું પણ કપરું બની ગયું છે. ચેન્નાઈ સુપરકિંગ્સ આ સીઝનમાં એવું પ્રદર્શન કરી શકી નથી જેવી ધારણા તેના ચાહકોને હતી. બીજી બાજુ ચેન્નાઈ સુપરકિંગ્સે રવીન્દ્ર જાડેજાને સોશ્યલ મીડિયાના અમુક પ્લેટફોર્મ ઉપર ‘અનફોલો’ કરી દેતાં એવી અટકળો વહેતી થઈ રહી છે કે જાડેજાનું ચેન્નાઈ સાથે કદાચ આ છેલ્લું વર્ષ હોઈ શકે છે અને આવતાં વર્ષે તે કોઈ નવી ટીમ વતી રમતો જોવા મળી શકે છે.

તાજેતરની વાત કરવામાં આવે તો આ સીઝનમાં રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણય કારગત ન નિવડતાં ટીમના ઉપરાઉપરી પરાજય થયા હતા જેના કારણે રવીન્દ્ર જાડેજાએ થોડા જ સમયમાં દબાણમાં આવીને ચેન્નાઈ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી ટીમે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ધોનીના કેપ્ટન બન્યા બાદ પણ ચેન્નાઈના પ્રદર્શનમાં ખાસ ફરક પડ્યો નહોતો.

બીજી બાજુ હવે એવી વાતો વહેતી થઈ રહી છે કે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને રવીન્દ્ર જાડેજા વચ્ચે કંઈ પણ ઠીક ચાલી રહ્યું નથી અને ટીમે રવીન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો પણ કરી દીધો છે. આ વાતનો મતલબ એવો પણ નીકળી રહ્યો છે કે હવે રવીન્દ્ર જાડેજા ચેન્નાઈ સાથે વધુ સમય સુધી ટકેલો રહેશે નહીં. કહેવા માટે તો જાડેજા ચેન્નાઈનો કેપ્ટન હતો પરંતુ સંપૂર્ણ કમાન તેની પાસે હતી જ નહીં જેના કારણે તે ના તો સારી રીતે કેપ્ટનશિપ કરી શક્યો અને ન તો ઑલરાઉન્ડ પ્રદર્શન કરી શક્યો. ચેન્નાઈ અને રવીન્દ્ર વચ્ચે બની રહેલી વાત પરથી લાગે છે કે તે આઈપીએલ-16માં ચેન્નાઈ ટીમ સાથે ન રમતાં અન્ય ટીમ વતી રમતો જોવા મળી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement