પાછલી મેચમાં મળેલી હારને ભૂલીને દિલ્હી કેપિટલ્સ આઈપીએલ પ્લેઓૅફની દોડમાં યથાવત રહેવા માટે આજે રાજસ્થાન રોયલ્સને હરાવવાના ઈરાદે ઉતરશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ જીતના સિલસિલાને યથાવત રાખવા માંગશે. દિલ્હીએ 11માંથી છ મેચ ગુમાવ્યા છે જેથી તેની પ્લેઑફની રાહ એટલી સરળ નથી.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સના પણ આટલી જ મેચમાં 10 પોઈન્ટ છે. દિલ્હીની નેટ રનરેટ પ્લસ 0.150 છે પરંતુ તેણે આગલી ત્રણેય મેચ જીતવી જ પડશે.