રાણપુર ગામે મઢી બહાર દારૂ પીતા શખ્સોને ટપારતા લાકડી વડે હુમલો : એકને ગંભીર ઇજા

11 May 2022 12:39 PM
Porbandar
  • રાણપુર ગામે મઢી બહાર દારૂ પીતા શખ્સોને ટપારતા લાકડી વડે હુમલો : એકને ગંભીર ઇજા

જુનાગઢ, તા. 11
રાણપુર ગામે કેશુભાઇ દેવજીભાઇ પાનસુરીયા (ઉ.વ.81)એ દારૂ પીવાની ના પાડતા મઢી બહાર રહેતા ત્રણ સહિત ચાર શખસોએ લાકડી વડે હુમલો કરી આડેધડ માર મારી માથુ ફોડી નાખી ભુંડી ગાળો ભાંડયાની ફરીયાદ ભેંસાણ પોલીસમાં નોંધાઇ છે. રાણપુર લાલજી મઢી સાર્વજનીક વાડી પાછળ ફરીયાદી કેશુભાઇ દેવજીભાઇ પાનસુરીયા (ઉ.વ.81) ગઇકાલે બપોરના 12.30 લાલજી મઢીની જગ્યાની રૂમમાં જમતા હોય ત્યારે આરોપીઓ કુંદન દીલીપ, ઘંટી, રોહિત સાદીયા અને એક અજાણ્યો શખ્સ રહે. રાણપુરવાળાઓ મઢીની બહાર દારૂ પીતા હોય ત્યારે વૃધ્ધ કેશુભાઇ દેવસીભાઇએ દારૂ પીવાની ના પાડતા આરોપીઓએ મનફાવે તેવી ગાળો ભાંડી, લાકડી વડે આડેધડ માર મારી માથુ ફોડી નાખી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ભેંસાણ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિણીતાને ધમકી
કેશોદ ગંગનાથપરા ઘનશ્યામ મીલની બાજુમાં રહેતા ફરીયાદી રંજનબેન વજુભાઇ ડોસાભાઇ રાઠોડ (ઉ.વ.57) એ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની દિવાલે દીવાલ રહેતી આરોપી વનીતાબેન સોમાભાઇ વાઢેર ફરીયાદી રંજનબેન ઉપર ખોટી શંકાઓ કરી તું મારા પતિને રાખીને બેઠી છો તું ધંધો કરાવે છે, તેમ કહી વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement