સાઉથના હિરો કમાણીમાં પણ બોલિવુડથી આગળ:એક ફિલ્મના બજેટથી પણ વધુ ફી વસુલે છે દક્ષિણના સ્ટાર્સ

11 May 2022 04:09 PM
Entertainment
  • સાઉથના હિરો કમાણીમાં પણ બોલિવુડથી આગળ:એક ફિલ્મના બજેટથી પણ વધુ ફી વસુલે છે દક્ષિણના સ્ટાર્સ

‘હું બોલિવુડને પોષાવ નહિં તેમ કહી સાઉથના સ્ટાર મહેશબાબુએ ફીનો મુદ્દો રજુ કરી વિવાદ ઉભો કર્યો

બાહુબલી ફેમ પ્રભાસ એક ફિલ્મનાં 150 કરોડ રૂપિયા ફી સાથે હાઈએસ્ટ પેઈડ સ્ટાર: થલપતિ વિજયને ‘બિસ્ટ’ ફિલ્મ માટે 120 કરોડ રૂપિયા મળ્યા: ‘પુષ્પા’ફેમ અલ્લુ અર્જુનને આગામી ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા મળશે: બોલિવુડમાં અક્ષયકુમાર 100 કરોડ ફી સાથે મોંઘા સ્ટાર: આમીરખાનની ફી 75 કરોડથી 80 કરોડ

મુંબઈ: સાઉથની ફિલ્મોએ તાજેતરમાં ટિકીટબારી પર ટંકશાળ પાડતા અને તેની સામે બોલીવુડની ફિલ્મો કમજોર પડતા બોલિવુડ અને સાઉથના ફિલ્મ ઉદ્યોગ પર એ વિવાદ વધી રહ્યો છે ત્યારે સાઉથના સ્ટાર મહેશબાબુએ તાજેતરમાં ‘મારી ફી બોલિવુડને પોષાય નહિં’ તેવુ નિવેદન કરતા વિવાદ વધુ ગરમાયો છે.

સાઉથની ફિલ્મો ‘આરઆરઆર’ તેમજ ‘કેજીએફ ચેપ્ટર-2’એ 1000 કરોડથી વધુનો બિઝનેશ કર્યો છે.તો સવાલ એ પણ થાય છે કે સાઉથના હિરોની ફીનું ધોરણ કેવુ હશે? મહેશ બાબુનાં નિવેદને વિવાદ જગાવ્યો છે. તેમણે હાલમાં તેની ‘મંજર’ફિલ્મના ટ્રેલરના લોંચ દરમ્યાન કહ્યું હતું કે તેને બોલીવુડની ઘણી ઓફરો મળે છે.પણ હું બોલિવૂડને પોષાઈ શકું તેમ નથી.

પ્રભાસ: બોલિવુડની તુલનામાં સાઉથના સુપરસ્ટાર આગળ છે. બાહુબલી ફેમ પ્રભાસની ફી એક હિન્દી ફિલ્મનાં બજેટ જેટલી એટલે કે અધધધ રૂા.150 કરોડ જેટલી છે.રિપોર્ટનું માનીએ તો પ્રભાસ આગામી ફિલ્મ ‘આદિપુરૂષ’માટે 150 કરોડ રૂપિયા અને અન્ય ફિલ્મ ‘સ્પીરીટ’ માટે 125 કરોડ રૂપિયા ફી લઈ રહ્યો છે.

વિજય થલપતિ: સાઉથના એક અન્ય મોટા સ્ટાર વિજય થલપતિને તેની તાજેતરની ફિલ્મ માટે 80 કરોડ રૂપિયા ચુકવાયા હતા તેની નેકસ્ટ ફિલ્મ ‘બિસ્ટ’ માટે 120 કરોડ રૂપિયા ફી અપાશે.

અલ્લુ અર્જુન: ‘પુષ્પા’થી છવાઈ ગયેલા સાઉથના હિરો અલ્લુ અર્જુન પહેલા પોતાની ફી 20 કરોડથી 22 કરોડ રૂપિયા લેતો હતો પણ પુષ્પાની સફળતા બાદ પુષ્પાના બીજા ભાગ માટે તેણે રૂા.60 કરોડ ચાર્જ કર્યો છે. લેટેસ્ટ રીપોર્ટ મુજબ હવે તેને આગામી ફિલ્મ ‘એટલી’ અને અન્ય ફિલ્મ માટે 100 કરોડથી વધુ ફી મળી શકે છે.

રામચરણ: સાઉથનો મેગાસ્ટાર રામચરણ પહેલા 35 કરોડ રૂપિયાની ફી લેતો હતો. પણ ‘આરઆરઆર’ની સફળતા બાદ તેણે તેની ફી વધારી દીધી છે.તેમને લગભગ 43 કરોડ રૂપિયા રૂપિયાનું પેમેન્ટ કરાયું હતું. જોકે હવે તે પણ 100 કરોડની કલબમાં સામેલ થઈ ગયો છે.ગૌતમ તિન્નનુરીના આગામી પ્રોજેકટ માટે રામચરણને 100 કરોડ રૂપિયાથી વધુ પેમેન્ટ કરવામાં આવશે.

મહેશબાબુ: સાઉથના આ અભિનેતાની મોટી ફેન ફોલોઈંગ છે.એક ફિલ્મ માટે 55 કરોડ મેળવતા મહેશબાબુએ હવે પોતાની ફી વધારીને 80 કરોડથી વધુ કરી લીધી છે.

અક્ષયકુમાર: બોલીવુડમાં એકમાત્ર અક્ષયકુમાર હાઈએસ્ટ પેઈડ સ્ટાર છે. બોલીવુડના આ ખેલાડી એકટર 2020 સુધી એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો હતો. જોકે 2021 માં તેમણે તેણે પોતાની ફી 135 કરોડ રૂપિયા કરી નાખી હતી. જયારે બોલીવુડમાં સૌથી વધુ પેમેન્ટ મેળવનાર હસ્તીની વાત આવે છે તો ફીલ્મ ‘બેલબોટમ’ના અભિનેતા અક્ષયકુમારનું નામ આવે છે.

આમિરખાન: બોલીવુડના મીસ્ટર પર્ફેકશનિસ્ટ તરીકે જાણીતા એકટર આમીરખાન એક ફિલ્મના 75 થી 80 કરોડથી વધુ રૂપિયા ફી વસુલે છે સલમાનખાન: દબંગ સ્ટાર સલમાનખાન એક સીરીયલ મનીમેકર છે.સલમાનખાન એક ફિલ્મનાં 70 થી 80 કરોડ ફી લે છે અને ફીની સાથે ફિલ્મનાં રેવન્યુનો કેટલોક ભાગ પણ લે છે.

શાહરૂખખાન: એક જમાનો હતો કે કિંગખાન કોમર્શીયલ હોલ્ડને પાસ કરવુ પણ અકલ્પનીય હતું જોકે હાલના વર્ષોમાં તેણે ચાલ બદલી છે.હાલ તે એક ફિલ્મનાં 50 કરોડ રૂપિયા અને ફિલ્મનાં નફામાં 45 ટકા હિસ્સો લે છે.

અજયદેવગન: બોલીવુડનો આ એકશન હિરો પ્રત્યેક ફીલ્મ માટે માત્ર 30 કરોડથી 50 કરોડ રૂપિયા લે છે.

ઋત્વીક રોશન: બોલીવુડનો આ હેન્ડસમ હિરો 50 કરોડથી 65 કરોડ રૂપિયા ફી લે છે.


Related News

Loading...
Advertisement
Advertisement