70 કિલો વજન વધાર્યા બાદ ‘ધાકડ’ માટે ઘટાડવું મુશ્કેલ બન્યું : કંગના

11 May 2022 04:11 PM
Entertainment
  • 70 કિલો વજન વધાર્યા બાદ ‘ધાકડ’ માટે ઘટાડવું મુશ્કેલ બન્યું : કંગના

મુંબઈ : હાલમાં જ કંગનાની નવી ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર લોન્ચ થયું હતું, જેમાં એકટ્રેસ કંગના રનૌતે મીડિયાના તેના એકશન લૂક પર સવાલોના જવાબમાં કહ્યું હતું કે તેણે કેવી રીતે તેણે ખુદને એકશન લેડીના ગેટ અપમાં તૈયાર કરી. ટ્રેલરના લોન્ચીંગ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે મેં ‘થલાઇવી’ માટે 70 કિલો વજન વધાર્યું હતું.

જેને ઘટાડવા માટે મારે ઘણી મહેનત કરવી પડી હતી. કંગનાએ કહ્યું હતું કે હું ‘ધાકડ’નું શૂટીંગ કરું ત્યાં સુધીમાં મારું વજન પણ ઓછું નહોતું થયું અને ત્યારે હું કોરોના પોઝીટીવ થઇ ગઇ હતી, જેથી ઠીક થવામાં મને એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો. જ્યારે ‘ધાકડ’નું શૂટીંગ શરુ થયું તો એક બાજુ વજન ઘટાડવું અને બીજી બાજુ એકશનની ટ્રેનીંગ આ બધું મારા માટે ઘણું મુશ્કેલ રહ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement