ભાવનગર માં 44.5 ડિગ્રી: ઉનાળાની સૌથી વધુ ગરમી નોંધાઈ

11 May 2022 08:13 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર માં 44.5 ડિગ્રી: ઉનાળાની સૌથી વધુ ગરમી નોંધાઈ

ભાવનગર:
(વિપુલ હિરાણી)
ભાવનગર તા.11 ભાવનગરમાં આગ ઝરતી ગરમી લોકો તોબા પોકારી ઉઠયા છે. અંગ દઝાડતી ગરમી તે લોકો પરસેવે નાહ્યા હતા. આજે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 44.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

ભાવનગરમાં આજે બુધવારે ઉનાળાની સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ છે.મહતમ તાપમાન વધીને આજે 44. 5. ડિગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. આજે શહેરનું લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33 ટકા અને પવનની ઝડપ 14 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમીને કારણે રસ્તાઓ બપોરના સમયે સુમસામ ભાસતા હતા. ગરમીથી જનજીવન પર વ્યાપક અસર થઇ રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement