જસદણ સરકારી હોસ્પિટલના તબીબોની સેવાને બિરદાવતા નગરસેવક ચોહલીયા

12 May 2022 10:37 AM
Jasdan
  • જસદણ સરકારી હોસ્પિટલના તબીબોની સેવાને બિરદાવતા નગરસેવક ચોહલીયા

ગરીબ દર્દીઓ માટે તબીબોની સેવા આશીર્વાદરૂપ નિવડી

(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.12
જસદણ શહેરની મધ્યમાં આવેલ સરકારી હોસ્પિટલમાં આશરે ચાર માસથી સેવાસેતુ અંતર્ગત પ્રસંશનીય સેવાકાર્ય કરતા પલ હોસ્પિટલના ગાયનેક ડો. વિશાલ શર્મા તથા રામાણી સર્જીકલ હોસ્પિટલ ના જનરલ સર્જન ડો દીપક રામાણી એ જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રીના સહયોગથી ગર્ભાશયની ગાંઠ - છાતીની ગાંઠ - અંડાશયની ગાંઠ સફળ ડીલેવરી સહીત નાનામોટા અનેક ઓપરેશનો અને વિવિધ દર્દોથી પીડાતા જસદણ વિછીયા પંથકના ગરીબ દર્દીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે પ્રાઇવેટ હોસ્પિટલ હોવા છતાં છેલ્લા ચાર મહિનાથી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને સફળતા પૂર્વક સર્જરી પૂર્ણ કરી તમામ દર્દીઓને વિવિધ પિડાઓમાંથી મુક્તિ અપાવીછે તેમજ મહિલા દર્દીઓને નવજીવન આપવામા ડો. વિશાલ શર્મા ડો દીપક રામાણીઍ માનવતાભર્યુ સેવાકાર્ય કરતા દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.

ઉપરોક્ત ડોક્ટરોએ છેલ્લા કેટલાક મહિનાઓથી ગરીબ દર્દીઓને જાણે ભગવાન મળ્યા હોય તેમ વિવિધ પ્રકારના ઓપરેશન કરી વિનામૂલ્યે ઓપરેશનો કરી રાહત અપાવી છે અને ગરીબ દર્દીઓના આશીર્વાદ મેળવ્યા છે તે બદલ ગુજરાત પત્રકાર સંગઠન એ બી પી એસ એસના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ચોહલીયાઍ તમામ ડોકટર પેરામેડીકલ નર્સિંગ સ્ટાફને ડો. વિશાલ શર્મા અને રામાણી સર્જીકલ હોસ્પીટલના ડો દીપક રામાણી ને જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી ડો. કે.એન.બથવાર ડો. વિજય વાવડીયા ડો. લક્કીરાજ પટેલ ડો. જૈનીસ પટેલ ડો. વિશાલ ભાયાણી સહિતના ડોક્ટરો - નર્સિંગ સ્ટાફ - વિવિધ વિભાગીય સ્ટાફ નિ :સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી તથા જસદણ એપીએમસીના પૂર્વ ડિરેક્ટર અને જસદણ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ પત્રકાર નરેશ ચોહલીયા સહિતનાઓએ ડો. વિશાલ શર્મા અને ડો દીપક રામાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement