ભાવનગર નટરાજ સીપી સ્કૂલના બે વિદ્યાર્થીઓએ નેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં મેળવ્યા મેડલ

12 May 2022 10:38 AM
Bhavnagar
  • ભાવનગર નટરાજ સીપી સ્કૂલના બે વિદ્યાર્થીઓએ નેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં મેળવ્યા મેડલ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.12
સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકોને શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં આગળ વધારવા પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સીપી સ્કૂલના શિક્ષકો અને સંચાલકો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. ફળ સ્વરૂપે અહીંના બાળકો વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવતા હોય છે. આ વર્ષે 4 થી 8 મે દિલ્હી ખાતે આયોજિત નેશનલ સ્પોર્ટસ ઈવેન્ટમાં આ શાળાના પાંચ બાળકોએ ભાગ લીધો હતો અને તે પૈકી બેએ કાંસ્ય ચંદ્રક જીતી સિદ્ધિ મેળવી છે.
દિલ્હી ખાતે સીપી એસએફઆઈ એટલે કે સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત સ્પોર્ટસ ઈવેન્ટમાં સ્ટેટ લેવલ સુધી જે બાળકો પહોંચ્યા હોય તેવા ગુજરાતના 20 બાળકોમાં નટરાજ સીપી સ્કૂલના પાંચ બાળકો પણ પસંદગી પામ્યા હતા. આચાર્ય જીજ્ઞાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ વિશિષ્ઠ શિક્ષક કાર્તિકભાઈ એમ. વ્યાસ અને શ્રી વરૂણભાઈ એમ. વ્યાસના નેતૃત્વમાં આ ટીમ નેશનલ ઈવેન્ટમાં પ્રથમવાર ભાગ લેવા ગઈ હતી અને આ પૈકી વૈભવ મકવાણાએ 200 મીટર દોડમાં અને દર્શન વિરજાએ લોન્ગ જમ્પમાં કાંસ્ય ચંદ્રક મેળવી રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી હતી.


Loading...
Advertisement
Advertisement