બોલીવુડના સુપરસ્ટાર રણવીરસિંહ પોતાની નવી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માટે અમદાવાદ આવ્યો હતો.કલરફૂલ કપડા પહેરીને છકડા રીક્ષામાં ચડીને પ્રમોશન કર્યું હતું. બોલીવુડ અભિનેતાને નિહાળવા તથા પોટો લેવા લોકોએ પડાપડી કરી હતી. ‘તમારો છોકરો ગુજરાતમાં આવ્યો છે’ તેવું ગુજરાતીમાં બોલીને લોકોના દિલ જીતી લીધા હતા.યશરાજ બેનરની આ ફિલ્મમાં અર્જુન રેડ્ડી ફેમ શાલીની પાંડે પણ છે જે મોટા પડદે પર્દાપણ કરી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ગુજરાતી કલાકાર દ્વારા કરાયું છે. આવતીકાલથી સિનેમા ઘરોમાં રજૂ થવાની છે.