અગનવર્ષા; ચાલુ વર્ષની સૌથી વધુ ગરમી : સુરેન્દ્રનગર 46 ડિગ્રી

12 May 2022 11:33 AM
Rajkot Saurashtra Top News
  • અગનવર્ષા; ચાલુ વર્ષની સૌથી વધુ ગરમી : સુરેન્દ્રનગર 46 ડિગ્રી

અમદાવાદ-ગાંધીનગર અને ડિસામાં તાપમાન 4પ ડિગ્રીને પાર : અમરેલી, ભાવનગર, રાજકોટમાં પણ 44 ડિગ્રી સાથે ચાલુ મોસમનું સૌથી ઉંચુ તાપમાન : લોકો આકુળવ્યાકુળ

રાજકોટ, તા.12 : રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી સહિત રાજયનાં 10 સ્થળોએ ગઇકાલે ચાલુ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાતા લોકો આકુળ-વ્યાકુળ બની જવા પામ્યા હતા. ગઇકાલે આકાશમાંથી અગનવર્ષા થતા લોકોને મોડી સાંજ સુધી ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી સહિતનાં શહેરોમાં 44 થી 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા મોડી સાંજ સુધી લોકોએ ભઠ્ઠાશેક જેવો અનુભવ કર્યો હતો.

રાજયમાં ગઇકાલે 10 સ્થળોએ 43 થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જે પૈકી સાત સ્થળોએ 44 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં સુરેન્દ્રનગરમાં 46, અમદાવાદ 4પ.8, ડિસામાં 4પ, ગાંધીનગરમાં 4પ.8, રાજકોટમાં 44.ર, અમરેલીમાં 44.8, ભાવનગરમાં 44.પ ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આ ઉપરાંત ગઇકાલે વલ્લભવિદ્યાનગર ખાતે 43.4 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી અને કંડલા પોર્ટ ઉપર 40.ર ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. દરમ્યાન ભાવનગરમાં આગ ઝરતી ગરમી લોકો તોબા પોકારી ઉઠયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો પરસેવે નાહ્યા હતા.

ગઇકાલે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 44.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ભાવનગરમાં બુધવારે ઉનાળાની સીઝન ની સૌથી વધુ ગરમી નોંધાઇ છે.મહતમ તાપમાન વધીને આજે 44. 5. ડિગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. ગઇકાલે શહેરનું લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33 ટકા અને પવનની ઝડપ 14 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમીને કારણે રસ્તાઓ બપોરના સમયે સુમસામ ભાસતા હતા. ગરમીથી જનજીવન પર વ્યાપક અસર થઇ રહી છે. જોકે ગઇકાલે પણ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમીમાં રાહત રહી હતી. ગઇકાલે દ્વારકામાં 34, ઓખામાં 34, પોરબંદરમાં 35.6, વેરાવળમાં 33.4, દિવમાં 33.1 અને મહુવામાં 37.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement