ભચાઉના આમરડી ખાતે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્વામિ.મંદિરના સંતો સહિત આઠને હળવાથી ગંભીર ઇજા: સારવારમાં

12 May 2022 12:11 PM
kutch
  • ભચાઉના આમરડી ખાતે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્વામિ.મંદિરના સંતો સહિત આઠને હળવાથી ગંભીર ઇજા: સારવારમાં
  • ભચાઉના આમરડી ખાતે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્વામિ.મંદિરના સંતો સહિત આઠને હળવાથી ગંભીર ઇજા: સારવારમાં

અંજારમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર કોર્ટ કર્મીની ધરપકડ

(ગની કુંભાર) ભચાઉ તા.12
ભચાઉ તાલુકાના આમરડી પાસે આજે સવારના અરસામાં બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો હરીભકત અને સથવારા સમાજના અગ્રણી સહીત 8 જણાને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી અંગે જાણવા મળતી વિગતો મુજબ આ બનાવ આજે સવારના અરસામાં બન્યો હતો.આમરડી પાવર હાઉસ સામે ગોલાઈ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સંતોની કાર અને નવાગામ તરફ જતી સથવારા સમાજના પ્રમુખની કાર વચ્ચે મોંભેર ટક્કર થઈ હતી. સથવારા સમાજના પ્રમુખ વસંતભાઈને કમર અને છાતીના ભાગે ઈજા પહોંચી હતી.

જયારે તેમના પત્નિ ભાનુબેનને અને ભત્રીજા મુકેશને પણ ઈજા પહોંચી હતી. જયારે ઈનોવા કારમાં સવાર ભુજ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંત અને હરીભકત સહીત પાંચ જણા ઘવાયા હતાં. અકસ્માતની જાણ થતા સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભકતો ઘટના તેમજ સથવારા સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. સંતોને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયારે વસંતભાઈ તેમના પત્નિ અને ભત્રીજાને વાગડ વેલ્ફેર ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.લેવા પટેલ હોસ્પિટલ ખાતે પણ સંતો અને હરીભકતો પહોંચી ગયા હતાં.જો કે સંતોને હળવી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો સાંપડયા હતાં. સેવાભાવી દાતા વસંતભાઈ મુંબઈથી રાજકોટ થઈ ચોટીલા દર્શન કરીને નવાગામ આવતા જયારે સ્વામિનારાયણ મંદિરના સંતો ભુજથી અમદાવાદ તરફ જતા હતાં.

આમરડીના શામજી પટેલ, ગોવિંદ સથવારા સહયોગી બન્યા હતાં. તાજેતરમાં જ ચાર માર્ગીય બનેલો ભચાઉ દુધઈ ભુજ માર્ગ થોડા સમયમાં જ ખખડધજ બની ગયો છે. ભયજનક વળાંક, ડાયવર્ઝન સહીતના દિશાસુચક બોર્ડનો અભાવ છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે પહોંચી આવેલા લોકોએ પણ માર્ગની ખખડધજ હાલત અંગે ભારોભાર આક્રોશ વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સ્થળથી થોડે દુર જ તાજેતરમાં ખખડધજ માર્ગ સહીતના પ્રશ્ને ચક્કાજામ સહીતના આંદોલનાત્મક કાર્યક્રમો અપાયા હતા

કોર્ટકર્મીની ધરપકડ
અંજારમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેમના ફોટા વાયરલ કરવાની ધમકી આપનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. અંજારમાં રહેનાર એક મહિલાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો, જેમાં વધારે પૈસા અપાવવાની લાલચ આપી કોર્ટમાં કામ કરતા મનહરલાલ છગનલાલ પારગીએ આ મહિલાને રાત્રિના બોલાવ્યા હતા. જ્યાં આ શખ્સે મહિલાને કંઇક પીવડાવી બેભાન કરી બાદમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલાની જાણ બહાર તેમના ફોટા પાડી લીધા હતા અને બાદમાં આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને મળવા આવવાની ધમકી આપતો હતો અને મળવા ન આવે તો મહિલાના પુત્ર, માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. આ બનાવ અંગે ગઇકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ શખ્સની આજે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Loading...
Advertisement
Advertisement