કાલે નાગનેશધામ ખાતે પાળિયા વિષે તજજ્ઞો જાણકારી આપશે

12 May 2022 12:45 PM
Botad
  • કાલે નાગનેશધામ ખાતે પાળિયા વિષે તજજ્ઞો જાણકારી આપશે
  • કાલે નાગનેશધામ ખાતે પાળિયા વિષે તજજ્ઞો જાણકારી આપશે

ગુજરાતની પાવન ભૂવસુંધરા પર શ્રી મોટા રામજી મંદિર નાગનેશ ધામ, ગામ નાગનેશ, તાલુકો રાણપુર, જી. બોટાદ ખાતે પ્રાણ-પ્રતિષ્ઠા એવમ રામ મહાયાગ તા. 8-5-22થી તા. 14-5 સાત દિવસીય 109 કુંડીય રામ મહાયાગ ખાતે ભવ્યાતિભવ્ય રામજી મંદિર બનાવેલ છે. તેના મહંત શ્રી મહામંડલેશ્ર્વર 1008 મહંત શ્રી પતિતપાવનદાસજી (ત્યાગી)ના સાનિધ્યમાં પાવન મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં તા. 13-5 ને શુક્રવારના રોજ સવિશેષ કાર્યક્રમ જે ગુજરાતમાં સર્વપ્રતમવાર વિરવંદના અને પાળિયા સંસ્કૃતિ કાર્યક્રમ હિન્દુ સનાતન ધર્મની રક્ષા કાજે પોતાના લીલા માથાના બલીદાન આપેલ વિરસપૂતો અને પાળિયાની વંદના જે આજની પેઢીને પ્રેરણારુપ બને તેવી યશોગાથા રજુ કરતો વિરવંદનાનો અદ્દભુતપૂર્વ સમારોહ ગુજરાતની કસુંબલ ગુર્જરધરામાં શૌર્યભર્યા પ્રદેશની વીરતા, દાતારી, મર્દાનગીમાં બલિદાન આપી ખપી જનાર નરબંકા હોય કે નારી રત્ન જેમણે સમાજ માટે, કુટુંબ કાજે ખપી જનારની શૂરવીરતાનો ગામને પાદર ખાંભીઓમાં વીરરંગી ઇતિહાસ પાળિયાાં ઢબૂરાઇને પડ્યો છે. એટલે જ પથ્થર પણ પાળિયા બનવામાં ગૌરાન્વિત થતા હોય છે !

ઘડ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળિયો થઇને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અગાઉના સમયમાં નાનાં કે મોટાં રજવાડાઓ પોતાનું રાજ ચલાવતા તે સમયે ધિંગાણા બહુ જ થતાં,પોતાના રાજ્ય પરચડાઈકરનારાથી રાજ્યનું રક્ષણ કરવા તથા ગૌરક્ષા કે નારી રક્ષા કાજે લડીને પોતાના વ્હાલસોયા પ્રાણની આહુતિ આપનાર શૂરવીરની ચિરકાળ સુધી યાદ રાખવા કલાત્મક પાળિયા ગામને પાદર રાખવામાં આવે છે. આ પાળિયાને કેસરી સિંદુર લગાવીને પૂજા-અર્ચના થાય અને જેમનો પાલિયો હોય તેમની શૂરવીરતાની યાદો ત્યાં બેસી તાજી કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર,કચ્છ-વાગડમાં અસંખ્ય પાળિયા છે તેમાં સુપ્રસિધ્ધ ફોટોજર્નાલિસ્ટને શૂરવીર પાળિયાના સંપાદક ભાટી એન. પાળિયા,ઠેસ, ખાંભા, સુરધનની ખાંભીઓને શૂરવીરતાથી લડી ખપી જનારનો ઇતિહાસ વિશે વિસ્તૃત પ્રવચન આપશે. પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ પણ પાળિયાવિશે વિસ્તૃત બોલશે અને ઇતિહાસવિદ ડોક્ટર પ્રદ્યુમનકુમાર ખાચર પણ પાળિયાની વિસ્તૃત જાણકારી આપશે. આ ઉપરાંત જીતુદાન દાદાબાપુના સુપુત્ર ડો. બલભદ્રસિંહ ચુડાસમા, ભયલુબાપુ, મહેન્દ્રસિંહજી ગોહીલ, સુ.શ્રીઉષાદેવીબા ગોહીલ, કીર્તિકુમારસિંહજી ગોહીલ, જયવીરરાજસિંહ ગોહીલ વગેરે ખાસ હાજરી આપશે. સર્વપ્રથમવાર પાળિયા વિશે વિસ્તૃત પ્રવચન પ્રથણવાર થઇ રહ્યું છે. જેથી પાળિયા વિશે જાણકારીથી અવગત થશે.
(આલેખન-તસવીરો : ભાટી એન.-વાંકાનેર)


Loading...
Advertisement
Advertisement