માત્ર રૂ।.9 હજારમાં અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી લક્ષ્મી વિલાસ પેલેસની ત્રિદિવસીય પેેકેજ ટૂર

12 May 2022 06:00 PM
Ahmedabad Gujarat
  • માત્ર રૂ।.9 હજારમાં અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી લક્ષ્મી વિલાસ પેલેસની ત્રિદિવસીય પેેકેજ ટૂર

રેલવે તંત્રએ વધુ એક ફેમીલી ટુર જાહેર કરી : દર બુધવારે અને શુક્રવારે ટૂર શરૂ : બે રાત અને ત્રણ દિવસની માત્રામાં અમદાવાદ આસપાસના સ્થળોનો સમાવેશ

અમદાવાદ,તા.12
આઈ.આર.સી.ટી.સી દ્વારા ઉનાળુ વેકેશનની રજાઓમાં ગુજરાત પર્યટન સ્થળો માટે 3 દિવસની ટૂર પેકેજ યાત્રાની સ્પેશિયલ ઓફર રજૂ કરી છે. આ પેકેજ ટૂર અમદાવાદ સાથે કેવડીયા, અંબાજી દર્શન, વડોદરા પેલેસ યાત્રા માત્ર રૂ।.8790 પ્રતિ વ્યકિત દિઠ જાહેર કરી છે. આટલા ઓછા ખર્ચમાં ગુજરાત ફરવાની વ્યવસ્થા ઈન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરીંગ કોર્પોરેશને કરી છે.

આ ટૂર પેકેજમાં આઈ.આર.સી.ટી.સી. દ્વારા પર્યટકોના રહેવા અને ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે સાથે જ બ્રેકફાસ્ટ અને ડીનર પણ આ પેકેજમાં સામેલ છે પહેલા દિવાસે વડોદરા રેલવે સ્ટેશનથી પર્યટકોને લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા સંગ્રહાલય જેવા સ્થળો બતાવવામાં આવશે ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટિ લઈ જવામાં આવશે રાત્રે અમદાવાદ હોટલમાં સ્ટે આપવામાં આવશે બીજા દિવસે સવારે અંબાજી મંદિરના દર્શન કરાવવામાં આવશે ટૂરના ત્રીજા દિવસે સાબરમતિ આશ્રમ કાંકરીયા ઝીલ અને અસરધામ ફેરવવામાં આવશે

ડબલ શેરિંગ માટે રૂ।.8890 પ્રતિ વ્યકિત ખર્ચ રહેશે આ ઉપરાંત ડ્રિપલ શેરિંગ માટે રૂ।.8590 પ્રતિ વ્યકિત ખર્ચ થશે જયારે ચાઈલ્ડ વિથ બેડની સુવિધા માટે રૂ।.7390 પ્રતિ બાળક દિઠ રહેશે આ પેકેજ ટૂર વિશેની વધુ જાણકારી ઓફિશિયલ લિંક http://bit.ly/3 FlmvnB વીઝીટ કરી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement