રાજ્યસભાની 57 બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે માહિતી આપી

12 May 2022 07:35 PM
India Politics
  • રાજ્યસભાની 57 બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે માહિતી આપી

સૌથી વધુ ઉત્તર પ્રદેશમાંથી 11, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી 6-6, બિહારમાંથી 5 અને રાજસ્થાન અને કર્ણાટકમાંથી 4-4 બેઠકો છે.

નવી દિલ્હી:
રાજ્યસભાની ખાલી પડેલી 57 બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાશે. સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશમાંથી 11, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી 6-6, બિહારમાંથી 5 અને રાજસ્થાન અને કર્ણાટકમાંથી 4-4 બેઠકો છે.

ચૂંટણી પંચે કહ્યું કે, 57 સીટો માટે ચૂંટણીનું નોટિફિકેશન 24 મેના રોજ બહાર પાડવામાં આવશે. તેના નામાંકનની છેલ્લી તારીખ 31 મે રહેશે. નામાંકન ચકાસણીની તારીખ 1 જૂન અને નામો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન રહેશે. તમામ 57 બેઠકો માટે 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 10મી જૂને સાંજે 5 વાગ્યે થશે.

મળતી માહિતી મુજબ, આ સીટોમાં સૌથી વધુ 11 સીટો ઉત્તર પ્રદેશમાંથી ખાલી છે. આ સાથે મહારાષ્ટ્રમાં 6 સીટો, આંધ્રપ્રદેશમાં 4 સીટો, તેલંગાણામાં 2 સીટો, છત્તીસગઢમાં 2 સીટો, મધ્યપ્રદેશમાં 3 સીટો, તમિલનાડુમાં 6 સીટો, કર્ણાટકમાં 4, ઓડીશામાં 3, પંજાબમાં 2, 4 સીટો રાજસ્થાનમાં ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 બેઠકો પર મતદાન થશે.


Related News

Loading...
Advertisement
Advertisement