હાય... ગરમી : ગુજરાતમાં હજુ બે દિવસ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની આગાહી

12 May 2022 08:40 PM
Rajkot Gujarat
  • હાય... ગરમી : ગુજરાતમાં હજુ બે દિવસ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની આગાહી

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા

રાજકોટ:
ગુજરાતભરમાં 45 ડિગ્રીથી વધુ અસહ્ય ગરમી હજુ બે દિવસ પડશે તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે. "હિટ વેવ" ગણાય તેવી કાળઝાળ ગરમીનું મોજું જ્યાં ફરી વળવાની શક્યતા છે તેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે.

જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી , ભાવનગર , બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા છે. " હિટ વેવ " ને લીધે લોકોને ભરબપોરે ઘરની બહાર કામ સિવાય નહીં નીકળવાની સલાહ આપી છે, તો સાથોસાથ પાણી સહિત કુદરતી ઠંડા પીણાંનું સેવન વારંવાર કરવા કહ્યું છે. દરિયાખેડુ માટે કોઈ વિશેષ ચેતવણી અપાઈ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement