રાજકોટ, તા.12
માધવપુર (ઘેડ) ખાતે મેળામાં સંબોધન વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભગવાન કૃષ્ણ અને બહેન સુભદ્રા વિશે નિવેદન આપેલું જેને લઈ કેટલાય કૃષ્ણ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. જેને પગલે ભાજપ પ્રમુખ પાટીલે ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી ઉપરાંત દ્વારકા આવી માફી માંગશે તેવું પણ કહ્યું હતું. આજે સી.આર. પાટીલે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
ઉલ્લેખનીય છે મેં, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભૂલથી ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બહેન સુભદ્રાજીને પતિ પત્ની ગણાવતું નિવેદન પોતાના વ્યક્તવ્યમાં આપ્યું હતું. જે બાદ કોઈએ તેમનું ધ્યાન દોરતા રુક્ષમણીજીના વિવાહ ભગવાન શ્રીકૃષ્ણ સાથે થયાનો ઉલ્લેખ કરી ભૂલ સુધારી લીધી હતી. જો કે તેમના વક્તવ્યનો એક ભાગ વીડિયોના રૂપમાં વાયરલ થઈ જતા લોકોએ નારાજગી દર્શાવી હતી. પરંતુ તે સમયે જ સી.આર. પાટીલે માફી માંગી લીધી હતી.